SPORTS

Kabaddi: PKL માં થલાઇવાસે ટાઇટન્સને 44-29ના સ્કોરથી હરાવી

તમિલ થલાઇવાસે પ્રો-કબડ્ડી લીગની 11મી સિઝનના રોમાંચક મુકાબલામાં યજમાન તેલુગુ ટાઇટન્સને 44-29ના સ્કોરથી પરાજય આપ્યો હતો. ટાઇટન્સને બે મેચમાં પ્રથમ પરાજય થયો છે. થલાઇવાસના સ્ટાર ખેલાડી નરેન્દ્ર કન્ડોલાએ 10, સચિન તંવરે 11 તથા ડિફેન્સમાં સાહિલ ગુલિયાએ હાઇ ફાઇવ તથા સાગરે ત્રણ પોઇન્ટ હાંસલ કર્યા હતા.

ટાઇટન્સ માટે સુકાની પવન સેહરાવતે સતત બીજી સુપર-10 હાંસલ કરી હતી પરંતુ તેની ટીમ વિજય મેળવવાથી વંચિત રહી હતી. પ્રારંભિક 10 મેચ અત્યંત રોમાંચક રહી હતી અને આ દરમિયાન બે સુપર રેઇડ તથા એક ઓલઆઉટનો સ્કોર નોંધાયો હતો. થલાઇવાસે ત્રીજી વખત ટાઇટન્સને ઓલઆઉટ કરીેન સ્કોર 40-24નો કર્યો હતો. આ દરમિયાન નરેન્દ્ર અને પવને સુપર-10 પણ પૂરી કરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button