GUJARAT

Cyber Fraud: દિકરા કે દિકરીના નામે આવો કોઈ ફોન આવે તો ચેતજો!

અમદાવાદમાં ડિજીટલ એરેસ્ટ જેવું જ મોટું કૌભાંડ સામે આવ્યું છે. લોકોને ખોટા કોલ કરીને ધમકી આપવામાં આવે છે અને તે બહાના હેઠળ મસમોટા રૂપિયા પડવવામાં આવે છે.

પુત્રની રેપ કેસમાં ધરપકડ કરી હોવાનું કહી ડરાવ્યા

અમદાવાદમાં એક વ્યક્તિને કોલ કરીને ઠગબાજે ધમકી આપી. સંબંધીની કેસમાં ધરપકડ કરી હોવાનું કહીને ઠગબાજે ધમકી આપી હતી. ત્યારબાદ પુત્રની રેપ કેસમાં ધરપકડ કરી હોવાનું કહીને પણ ડરાવ્યા હતા. આ સાથે જ કેન્દ્રીય એજન્સીઓના કોલ કરીને પણ ધમકી આપે છે અને ત્યારબાદ છોડવા માટે ઓનલાઈન નાણા માગવામાં આવે છે.

ઠગબાજે ઓનલાઇન પેમેન્ટ લેવા માટેના નંબર પણ મોકલ્યા

ત્યારે કોલ પર વાત કરવા દરમિયાન આ ઠગબાજે ઓનલાઈન પેમેન્ટ લેવા માટે નંબર પણ વોટસએપ પર મોકલ્યા હતા. જેમાં દિલ્હી બ્રાંચની બેન્કનો એકાઉન્ટ નંબર અને IFSC કોડ હતો. ત્યારે આ આંતરરાષ્ટ્રીય કૌભાંડ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડિજિટલ એરેસ્ટના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ હતી

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ ડિજિટલ એરેસ્ટના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગની અમદાવાદ સાઈબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ગેંગ વિવિધ સરકારી એજન્સીઓના ઓફિસર તરીકે ફરિયાદી સાથે ફોન પર વાત કરતી હતી, ત્યારે આ ગેંગ ફરીયાદીને કોલ કરીને મુંબઈના ભાયખલ્લા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલ છે તેવું કહીને ફરીયાદીના આધારકાર્ડ પરથી ખોલવામાં આવેલા એકાઉન્ટમાં ગેરકાયદેસરના ટ્રાન્જેકશનો થાય છે.

આરોપીઓને દબોચી પોલીસે મુદ્દામાલ કર્યો હતો જપ્ત

આવી વાતો કરીને ફરિયાદીના મગજમાં ડર ઊભો કર્યો હતો અને ત્યારબાદ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. ત્યારે પોલીસે આરોપીઓને દબોચીને તેમની ઓફિસમાંથી અત્યાર સુધીમાં રોકડ નાણા રુપિયા 12,75,000, 708 સીમકાર્ડ , 64 ચેકબુક, 34 પાસબુક, 49 ડેબીટ/ક્રેડીટકાર્ડ, 48 ચેક , 3 હિસાબના ચોપડા , 18 મોબાઈલ ફોન, 3 દુબઇના મેટ્રો કાર્ડ,3 બેંક એકાઉન્ટની કીટ, 2 સી.પી.યુ., 2 રાઉટર, 1 મોબાઇલ સ્વાઇપ મશીન, 1 ઓલ ઇન વન કોમ્પ્યુટર, 1 લેપટોપ જપ્ત કરવામાં આવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button