GUJARAT

Surat: કિશોરી પર દુષ્કર્મનો પ્રયાસ, કિશોરીને એકલી જોઈ પાડોશી યુવક ઘરમાં ઘૂસ્યો

સુરતના રાંદેર ટાઉન વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરાની છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તરૂણી મોટી બેહન સાથે સુતેલી હતી જે દરમિયાન વિકૃત સમીર ઘરમાં ઘૂસ્યો હતો. અને અર્ધનગ્ન થઈને તરૂણીની બાજુમાં સુઈ ગયો હતો. જે દરમિયાન મોટી બહેન જાગી જતા યુવક ભાગી ગયો હતો.

કિશોરીની મોટી બહેનએ તેના માતાને જાણ કરતા તેઓએ રાંદેર ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેને લઈને રાંદેર પોલીસ દ્વારા સમીર સૈયદની ધરપકડ કરવામાં આવી હતી. અને છેડતીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કિશોરીની માતા આલુપુરીનો ધંધો કરતા હોઈ વહેલી સવારે વર્કશોપ ગયા હતા. મકાનનો દરવાજો બહારથી બંધ કરેલો હતો. વિકૃત સમીર સૈયદ ઘરમાં પ્રવેશી બેડરૂમ સુધી ઘુસી ગયો હતો.

સુરતમાં 11 વર્ષની બાળા સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો હતો

સુરતના ડુમ્મસ રોડના મગદલ્લા ગામ વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદાર દંપતીની પહેલા માળે એકલી સુતેલી 11 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઇ પાણીની બોટલ મુકવા આવતા રાજસ્થાની નરાધમ યુવાને દુષ્કર્મનો પ્રયાસ કરતા મામલો ઉમરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે 22 વર્ષીય અપરિણીત નરાધમની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

ડુમ્મસ રોડ સ્થિત મગદલ્લા ગામ વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારનું દંપતી રહેણાંક મકાનના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે કરિયાણાની દુકાન ચલાવે છે. ગત સવારે દંપતી દુકાનના કામમાં વ્યસ્ત હતા જયારે તેમની 11 વર્ષની ધો. 5 માં અભ્યાસ કરતી પુત્રી પહેલા માળે સુતેલી હતી. દરમિયાનમાં સવારે 9.40 કલાકે રાબેતા મુજબ પાણીની બોટલ મુકવા હીરાલાલ ગુર્જર (ઉ.વ. 22 રહે. પરવટ પાટિયા અને મૂળ રાજસ્થાન) આવ્યો હતો.

હીરાલાલ પાણીની બોટલ મુકવા પહેલા માળે ગયો હતો અને કિચનમાં બોટલ મુકી હતી. ત્યાર બાદ તેની નજર રૂમમાં સુતેલી 11 વર્ષની બાળકી ઉપર પડી હતી. બાળકીને જોઇ નરાધમ હીરાલાલના મગજમાં હવસનો કીડો જાગ્યો હતો અને બહાર આવી આજુબાજુ નજર કર્યા બાદ રૂમમાં જઇ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યાર બાદ પોતાનું પેન્ટ ઉતાર્યુ હતું અને બાળકીના આંતરવસ્ત્ર કાઢી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદ્દનસીબે બાળકી જાગી જતા બુમાબુમ કરતા પકડાઇ જવાના ડરે નરાધમ હીરાલાલ ભાગી ગયો હતો.

કિશોરીએ માતા-પિતાને સમગ્ર બાબતની જાણ કરી હતી

પોતાની સાથે થયેલા અધમ કૃત્યના પ્રયાસને પગલે બાળકી તુરંત જ ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનમાં ઘસી ગઇ હતી અને માતા-પિતાને સમગ્ર બાબતની જાણ કરી હતી. માતા-પિતાએ સોસાયટીમાં શોધખોળ કરી હતી પરંતુ હીરાલાલનો પત્તો નહીં મળતા રહેણાંક સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં હીરાલાલ ભાગતા કેદ થઇ ગયો હતો. ઘટના અંગે માતા-પિતાએ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા નરાધમ હીરાલાલની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button