દેશનો સૌથી મોટો અને મહત્વનો ગણાતો એક્સપ્રેસ હાઈવે દિલ્લી-મુંબઈ શહેર વચ્ચે બની રહ્યો છે. ગુજરાત રાજ્યમાં તે દાહોદ જીલ્લામાંથી પ્રવેશ કરે છે.વલસાડ જિલ્લામાં સમાપ્ત થયા બાદ તે મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરે છે.
ગુજરાત રાજ્યમાંથી 426 કિલોમીટર જેટલો રૂટ પસાર થાય છે. પંચમહાલ જિલ્લામાંથી ગોધરા શહેર પાસેથી આ રોડ પસાર થઈ રહ્યો છે. ત્યારે પોપટપુરા પાસે ઓવરબ્રિજ બનાવાઈ રહ્યો છે, તેના પર ગડર મુકવામા આવ્યા છે.
દેશની બે આર્થિક રાજધાની ગણાતા નવી દિલ્લી અને મુંબઈ શહેર વચ્ચે દેશનો સૌથી મોટો ગણાતો એક્સપ્રેસ વે બની રહ્યો છે. અંદાજીત 1લાખ કરોડના ખર્ચે બનનારો અને 1350 કિલોમીટર લાબો આ એક્સપ્રેસ-વે બનવાથી બે શહેરો વચ્ચેનુ અંતર પણ ઘટી જશે અને ઝડપથી પહોચી પણ શકાશે. ભારતમાલા પ્રોજેક્ટ અતર્ગત બનતો દિલ્લી -મુંબઈ એક્સપ્રેસ વે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાંથી પસાર થાય છે. જેમા દાહોદ જિલ્લામાંથી પ્રવેશ કર્યા બાદ તે પંચમહાલ જીલ્લામાંથી પણ પસાર થાય છે.હાલમાં ગોધરા તાલુકામા અને કાલોલ તાલુકામા પણ કેટલીક જગ્યા પર રોડનુ કામ થઈ ગયુ છે.જ્યા કામગીરી બાકી છે ત્યા કામ ચાલુ છે. ગોધરા તાલુકાના પોપટપુરા ખોડીયાર મંદિર પાસેથી આ રોડ પસાર થઈ રહ્યો છે, ત્યારે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી શરુ કરવામા આવી છે. જેમા પીલર પણ ઉભા કરી દેવાયા બાદ તેના પર ગડર મુકવાની કામગીરી કરવામા આવી હતી.
Source link