તાજેતરમાં ટીવીના જાણીતા દંપતી યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલાએ ફેંસની સાથે દીકરીના જન્મની જાહેરાત કરી હતી. આ કપલે પોતાની પુત્રીની પ્રથમ ઝલક પણ ફેંસ સાથે શેર કરી હતી. આ ગુડ ન્યૂઝ પછી પ્રિન્સ અને યુવિકાએ સેલિબ્રિટી મિત્રો સિવાય તમામે શુભેચ્છાઓ પાઠવવી શરૂ કરી દીધી હતી. હવે ટીવીની બીજી સુંદરીના ઘરે કિલ્લોલ થવા લાગી છે. ટીવીની ફેમસ એક્ટ્રેસ દ્રષ્ટિ ધામી મા બની ગઈ છે. દ્રષ્ટિ ધામી નવ વર્ષ બાદ મા બની છે અને તે પણ 10 મહિનામાં. એકટ્રેસે આ સોમવારે જણાવ્યું કે, 41 અઠવાડિયા પછી પણ ડિલીવરી ન થઈ અને આગલા દિવસે તેને ફરી એક પોસ્ચ કરી કે તે માતા બની ગઈ છે.
એકટ્રેસ દ્રષ્ટિ ધામીની પોસ્ટ
દ્રષ્ટિ ધામીએ ઈન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ ક્યૂટ વીડિયો શેર કર્યો છે, જેની સાથે તેણે તેના ફેન્સને તેની બાળકીના જન્મ વિશે જાણકારી આપી છે. તેણે વીડિયોની સાથે એક શાનદાર કેપ્શન પણ લખ્યું છે. અભિનેત્રીએ લખ્યું- ‘એક નવું જીવન, એક તદ્દન નવી શરૂઆત સ્વર્ગથી સીધી આપણા હૃદયમાં. 22.10.24 તે અહીં છે! ઉત્સાહિત માતાપિતા દ્રષ્ટિ અને નીરજ. માતા-પિતા બન્યા બાદ દ્રષ્ટિ અને તેનો પતિ નીરજ ખેમકા ખૂબ જ ખુશ છે.
ગર્ભાવસ્થાના 10મા મહિનામાં ડિલિવરી થઈ હતી
અભિનેત્રીની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, ચાહકો અને ફોલોવર્સે સાથે, ઘણા સ્ટાર્સે પણ દ્રષ્ટિને અભિનંદન આપ્યા છે. દ્રષ્ટિ ધામીએ 2015માં બિઝનેસમેન નીરજ ખેમકા સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ અભિનેત્રીએ લગ્નના 9 વર્ષ બાદ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તાજેતરમાં, અભિનેત્રીએ તેની નિયત તારીખ પર એક રમુજી વિડિયો પણ શેર કર્યો અને કહ્યું કે નિયત તારીખ પછી પણ તેણીએ હજી સુધી ડિલિવરી કરી નથી.