ક્યાંક તેજ રફતાર તો ક્યાંક ઓવર સ્પીડને કારણે અકસ્માતો થઇ રહ્યા છે. ત્યારે રાજસ્થાનના સિરોહીમાં નેશનલ હાઇવે પર કારનું ટાયર ફાટી જતા ભયંકર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. કાર અનિયંત્રિત થઇ જતા ફોરલેન હાઇવેની બીજી સાઇડ પર જતી રહી અને ગટરમાં પડી ગઇ. ઘટનાને પગલે કારમાં સવાર 5 લોકોના મોત થયા છે.
5ના મોત, 1 મહિલા ઘાયલ
રાજસ્થાનના સિરોહીમાં આ ઘટના બની હતી. ટાયર ફાટવાને કારણે કાર અસંતુલિત બનીને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય એક મહિલા ઘાયલ થઈ હતી. ઘાયલ મહિલાને સિરોહી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટના સિરોહી કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના સરનેશ્વર કલ્વર્ટ પાસે બની હતી.
ફલોદી ગામના રહેવાસી
આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા 5 લોકો ફલોદીના ખારા ગામના રહેવાસી હતા. તમામને કારમાંથી બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કરૂણ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા 6માંથી 5 લોકોને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના ગુજરાતથી જોધપુર તરફ જતી વખતે થઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ કોતવાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માત સરનેશ્વર પુલિયા અને સાર્નેશ્વર મંદિર વચ્ચે થયો હતો.
Source link