GUJARAT

અદાણીના CNG સ્ટેશનો વધીને 577 થયા, 8.93 લાખ ઘરમાં PNG જોડાણ

ભારતની અગ્રણી એનર્જી ટ્રાન્ઝિશન કંપની અદાણી ટોટલ ગેસ (ATGL)એ વ્યાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની સંગાથે ભારતના એનર્જી લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાના તેના મિશન તરફ ઝડપથી આગળ વધી રહી છે. ATGLએ 30મી સપ્ટેમ્બર 2024 ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને અર્ધવાર્ષિક સમય ગાળા દરમિયાન તેના કામકાજ, આંતર માળખાકીય અને નાણાકીય કામગીરીની આજે જાહેરાત કરી હતી.

કંપનીના CEOએ આપી માહિતી

કંપનીના સી.ઇ.ઓ. અને એક્ઝિક્યુટીવ ડાયરેકટર સુરેશ પી. મંગલાણીએ જણાવ્યું હતું કે, “ATGLએ આ સમયગાળા દરમિયાન તંદુરસ્ત કામકાજ અને નાણાકીય પ્રદર્શન નોંધાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, અમારા વ્યવસાયને ભારતના ઉર્જા સંક્રમણ ધ્યેયો સાથે ગાઢ રીતે જોડીને અમે અમારા તમામ ગ્રાહકોને સ્વચ્છ અને હરિત ઉર્જા ઉકેલો પહોંચાડી રહ્યા છીએ. અમારા પાઈપ્ડ ગેસ નેટવર્ક દ્વારા 9 લાખથી વધુ ગ્રાહકો સુધી પહોંચ્યા છીએ પરિવહન ક્ષેત્રમાં અમે પ્રથમ LNG સ્ટેશન શરૂ કરવા સાથે ભારતના ડીકાર્બોનાઇઝેશન તરફના પ્રયાણમાં મદદ કરતા મુખ્ય હાઇવે નેટવર્કને આવરી લેવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

એક માપાંકિત કિંમતના અભિગમની ખાતરી કરીશું

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, APM ગેસ ફાળવણીમાં તાજેતરમાં થયેલા ઘટાડા બાદ અમે પરિસ્થિતિ પર નજર રાખીએ છીએ. અમારા વૈવિધ્યસભર ગેસ સોર્સિંગ પોર્ટફોલિયોને જોતાં અમે અમારા ગ્રાહકોના હિતને સંતુલિત કરવા માટે એક માપાંકિત કિંમતના અભિગમની ખાતરી કરીશું

બીજા ત્રિમાસિકમાં EBITDA રુ.313 કરોડ રહ્યો હતો

અદાણી ટોટલ ગેસના નાણા વર્ષ-25ના અર્ધ વાર્ષિક અને બીજા ત્રિમાસિકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. બીજા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે વોલ્યુમ 15% વધ્યુ છે. CNGનું માળખું વધીને 577 સ્ટેશન થયું છે. તેમજ PNG જોડાણ વધીને 8.93 લાખ ઘરોમાં પહોંચ્યા. 1,486 EV ચાર્જીંગ પોઇન્ટ21 રાજ્યોમાં વિસ્તર્યા. પરિવહન વાહનો માટે પ્રથમ LNG રિટેલ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. બીજા ત્રિમાસિકમાં EBITDA રુ.313 કરોડ રહ્યો હતો.

ATGL તેના હોમગ્રોન ડિજિટલ બિઝનેસ પ્લેટફોર્મ-SOUL સાથે સંકલિત My Adani Gas App દ્વારા 98% ગ્રાહકોના જોડાણ સાથે ડિજિટલ ડિલાઇટ પુરી પાડે છે. SOUL પ્લેટફોર્મ દ્વારા 93% CNGનું વેચાણ સંચાલિત થાય છે

નાણા વર્ષ-25ના બીજા ત્રિમાસિકના કામકાજની એકીકૃત ઝલક:

  • 18 નવા CNG સ્ટેશનના વધારા સાથે કુલ CNG સ્ટેશન વધીને 577
  • 34,468 નવા ઘરોમાં જોડાણ આપવા સાથે PNG જોડાણનો વ્યાપ 8.93 લાખ ઘરોને સ્પર્શ્યો
  • 204 નવા ગ્રાહકોના ઉમેરા સાથે ઔદ્યોગિક અને વાણિજ્યક જોડાણનો આંક 8,746
  • સ્ટીલ પાઈપલાઈન નેટવર્કના ક્યુમ્યુલેટિવ12,516 ઇંચ કિ.મી.નું કાર્ય પૂર્ણ
  • વાર્ષિક ધોરણે સંયુક્ત CNG અને PNG વોલ્યુમમાં 15%ના વધારા સાથે 242 MMSCM.
  • ખેડાના લુણાવાડામાં વધુ એક LCNG/LPNG યુનિટ ઉમેરીને વર્ચ્યુઅલ નેટવર્કની ક્ષમતા 3 ઓપરેશનલ યુનિટ સુધી વધારી. આ બાબત PNG વપરાશકારો માટે અંતરિયાળ વિસ્તારો સુધી તેની પહોંચને સુધારે છે

નાણા વર્ષ-25ના બીજા ત્રિમાસિકમાં IOAGPL સાથે સંયુક્ત સાહસના સંગાથે ભારતભરમાં તેના પગરણ માંડે છે:

  • 31 નવા સ્ટેશનોના ઉમેરા સાથે 958 CNG સ્ટેશનોનું સંયુક્ત નેટવર્ક
  • ઘરોમાં PNGના જોડાણનો આંકડો 1૦ લાખને વટાવીને 1૦.06 .લાખ સુધી પહોંચ્યો, જે દૈનિક ધોરણે 4૦ લાખથી વધુ લોકોને સ્પર્શે છે.
  • ઔદ્યોગિક અને વાણિજ્યક 273 નવા ગ્રાહકોના ઉમેરા સાથે આ ગ્રાહકો વધીને 9719
  • ક્યુમ્યુલેટિવ 22,608 ઇંચ કિ.મી. સ્ટીલ પાઈપલાઈન નેટવર્કનું કાર્ય સંપ્પન

હાઇડ્રોજન બ્લેન્ડિંગ અને LTM વ્યવસાયની છેલ્લી માહિતી

  • અમદાવાદમાં પ્રતિદિન 16 કિગ્રા.ના અપેક્ષિત ઉત્પાદન સાથે કાર્યરત H2 સંમિશ્રણ પાયલોટ પ્રોગ્રામ હેઠળ 4000 PNG ગ્રાહકોને પૂરો પાડવામાં આવશે.
  • તિરુપુરમાં પ્રથમ LNG રિટેલ આઉટલેટનો આરંભ કર્યો. અનુક્રમેદહેજ અને મુન્દ્રામાં વધુ બે નિર્માણાધીન છે.

વ્યવસાયની મુખ્ય છેલ્લી માહિતી

  • ATGLએ નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામને વેગ આપવા માટે ભારતના સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન વ્યવસાયમાં સપ્ટેમ્બર-24માં USD 375 મિલિયનનું સૌથી મોટું વૈશ્વિક ધિરાણ મેળવ્યું.
  • 16 ઑક્ટોબર 2024થી અમલી અગાઉની ફાળવણીની તુલનામાં APM ગેસની ફાળવણી 16% ઓછી થઈ છે. આવી ઓછી ફાળવણી આગળ જતાં નફાકારકતાને અસર કરી શકે છે, ત્યારે ATGL સ્થિતિની ઘનિષ્ટ તપાસ કરી રહી છે આ અસરને ઘટાડવા માટે તેના છૂટક ભાવો માપાંકિત કરશે અને અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા સ્પર્ધાત્મક ગેસ મેળવવાની તકો શોધશે.
  • અદાણી ટોટલ એનર્જીસ ઇ-મોબિલિટી લિમિટેડ (ATEL)
  • 213 શહેરોમાં 1486 EV ચાર્જિંગ પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે
  • ડિજીટલાઇઝેશન અને કસ્ટમર ડિલાઇટ હાઇલાઇટ્સ
  • ATGL તેના હોમગ્રોન ડિજિટલ બિઝનેસ પ્લેટફોર્મ – SOUL સાથે સંકલિત My Adani Gas App દ્વારા 98% ઉપભોક્તા સંગ્રહ અને જોડાણ સાથે ડિજિટલ ડિલાઇટ પ્રદાન કરે છે.
  • અમારા 93% થી વધુ CNG વેચાણ હવે સોલ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સંચાલિત થાય છે. આમાં મહત્વપૂર્ણ કામગીરીના પરિમાણોનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે
  • અમારા સેવા કેન્દ્રો પર સેલ્ફ-સર્વિસ KIOSK અને EV ચાર્જિંગ બિઝનેસ માટે કૉલ સેન્ટર ઑપરેશન્સ પણ શરૂ કર્યા.

નાણા વર્ષ -25ના વાર્ષિક ધોરણે બીજા ત્રિમાસિકગાળામાં વાર્ષિક ધોરણે એકીકૃત નાણાકીય કામકાજની ઝલક:

  • કામગીરીમાંથી આવક 12% વધીને રુ. 1315 કરોડ
  • EBITDA 8% વધીને રુ. 313 કરોડ,
  • PAT 6% વધીને રુ. 178 કરોડ સુધી પહોંચ્યો

નાણા વર્ષ -25ના બીજા ત્રિમાસિકમાં એકીકૃત કર બાદનો નફો ( PAT)

  • વાર્ષિક ધોરણે એકીકૃત 7%ના વધારા સાથે PAT રુ.186 કરોડ

નાણા વર્ષ -25ના પ્રથમ અર્ધ વાર્ષિક એકીકૃત નાણાકીય કામકાજની ઝાંખી:

  • કામગીરીમાંથી આવક 10% વધીને રુ. 2,553 કરોડ
  • EBITDA 14% વધી રુ. 621 કરોડ
  • PAT13% વધી રુ. 355 કરોડે પહોંચ્યો 

નાણા વર્ષ -25ના પ્રથમ અર્ધ વાર્ષિકમાં એકીકૃત PAT

  • વાર્ષિક ધોરણે 11%ના વધારા સાથે એકીકૃત PAT રુ. 357 કરોડ


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button