અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાં કામ કરતા દિનેશ કનોજીયા નામના કારીગરે તેના પરીચિતની રૂપિયા ચોરીની શંકાને આધારે હત્યા નીપજાવી છે. કાગડાપીઠ વિસ્તારમાં લોન્ડ્રીનો ધંધો કરનાર હિતેશ શાહ નામના વ્યક્તિએ 6 મહિનાથી દિનેશ કનોજિયને કામ પર રાખ્યો હતો.
કારીગર દિનેશની શોધખોળ હાથ ધરી
હિતેશ કનોજિયા લોન્ડ્રીની દુકાનમાં કામ કરી દુકાનમાં જ રાત્રે સૂઈ જતો હતો. ગત તારીખ 23ના દિવસે રાતના સમયે કારીગર દિનેશને મળવા રવિ વાઘેલા નામના વૃદ્ધ રીક્ષા લઈને આવ્યા હતા. જોકે દુકાન માલિકે રવિ વાઘેલાને પહેલી વખત ઘરે આવતા જોઈને તેની પૂછપરછ પણ કરી હતી. જે બાદ રાતના સમયે માલિક હિતેશભાઈ પોતના ઘરે જઈ સૂઈ ગયા હતા. સવારે તેની લોન્ડ્રીની દુકાન બંધ જોતા તેણે કારીગર દિનેશની શોધખોળ હાથ ધરી હતી. કારીગર દિનેશ રાતના સમયે તેના મિત્રની દુકાનથી મળી આવ્યો હતો.
દુકાનમાંથી દુર્ગંધ આવતી હોવાનું ખ્યાલ આવતા પોલીસને જાણ કરી
જોકે માલિક હિતેશભાઈએ કારીગર દિનેશને ફરીથી ઘરે લઈ આવ્યા હતા, પરંતુ કારીગરે તે દિવસે દુકાને સૂવાની ના પાડી હતી અને ફરીથી ચાલ્યો ગયો હતો. બીજે દિવસે મૃતદેહ કોહવાઈ જતા દુર્ગંધ આવતા દુકાન માલિકને શંકા જતા તેણે તપાસ કરી હતી અને પોતાની જ દુકાનમાંથી દુર્ગંધ આવતી હોવાનું ખ્યાલ આવતા પોલીસને જાણ કરી હતી.
પોલીસે ફરિયાદને આધારે કારીગર દિનેશ કનોજિયાની ધરપકડ કરી
પોલીસે લોન્ડ્રીની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી કોહવાઈ ગયેલો અને શરીરમાં આગળ પાછળના ગુપ્ત ભાગે પર ઈજાના નિશાન સાથેનો મૃતદેહ મળી આવ્યો હતો. દુકાન માલિક હિતેશે આ મૃતદેહ રવિ વાઘેલાનો હોવાનું ખ્યાલ આવતા તેણે સમગ્ર હકીકત પોલીસને જણાવી હતી અને દુકાન માલિક હિતેશ શાહની ફરિયાદને આધારે કારીગર દિનેશ કનોજિયાની ધરપકડ કરી હતી. કારીગરે બે દિવસ પહેલા જ્યારે રવિ વાઘેલા રીક્ષા લઈને દુકાને આવ્યા, ત્યારે પૈસા ચોરીની શંકાને આધારે તેને માર મારી હત્યા નિપજાવી હતી. મૃતદેહને લોન્ડ્રી કરવાની આરસની પાટ નીચેના ખાનામાં રાખી તેની આડે ઈંટોની આડસ મૂકી રાત્રે જ ફરાર થઈ ગયો હતો.
પોલીસે વધુ તપાસ શરૂ કરી
સમગ્ર હત્યા કેસમાં દુકાન માલિક હિતેશ શાહની ફરિયાદને આધારે પોલીસે કારીગર દિનેશની ધરપકડ કરી હતી. જોકે દિનેશની પૂછપરછમાં તેણે પૈસાની ચોરી કરી હોવાથી રવિ વાઘેલાની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જોકે મૃતદેહમાં શરીર પર આગળ પાછળ ગુપ્ત ભાગોમાં ઈજાના નિશાન મળતા પોલીસ ખરેખર હત્યા પાછળની હકીકત પૈસા ચોરી છે કે અન્ય કોઈ કારણ તે દિશા તપાસ શરૂ કરી છે.
Source link