દિલજીત દોસાંઝે દેશની રાજધાની દિલ્હીથી દિલ-લુમિનાટી ટૂર ઇન્ડિયા શરૂ કરી છે. જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં તેનો કોન્સર્ટ યોજાયો હતો જ્યાં તેણે તેના શાનદાર પ્રદર્શનથી દર્શકોના દિલ જીતી લીધા હતા. દિલજીત દોસાંઝનો આ કોન્સર્ટ બે દિવસ દિલ્હીમાં યોજાવાનો છે.
શનિવારે લાઈવ શોમાં ગાયક કાળો પોશાક, મેચિંગ પાઘડી અને ચશ્મા પહેરીને જોવા મળ્યો હતો. કોન્સર્ટની શરૂઆતમાં દોસાંઝે ત્રિરંગો ફરકાવ્યો હતો. આ પછી તેણે ધ્વજ સામે સલામી આપી હતી. આ પછી તેણે ‘ઉડતા પંજાબ’ના ‘લવર્સ’, ‘પતારા’, ‘ડુ યુ નો’, ‘ઇક કુડી’ જેવા લોકપ્રિય ગીતો ગાઈને દર્શકોને ખુશ કર્યા હતાં. આ દરમિયાન દિલજીતે કહ્યું ‘દિલ્હીમાં અમારું હાઉસફુલ થઈ ગયું હતું, ટિકિટો વેચાઈ ગઈ હતી. અમને આટલી ટિકિટ માટે જ પરવાનગી મળી છે, નહીં તો અમારે વચ્ચે સ્ટેજ બનાવીને સતત ત્રણ દિવસ સુધી પરફેર્મ કરત. આપ સૌનો આભાર અને કદર.
અંતમાં દિલજીતે કહ્યું ‘ઘણા ઇન્ટરનેશનલ પર્ફેર્મન્સ પછી દિલ્હી પરત ફરવું ઘર વાપસી જેવું લાગ્યું. ભીડનો પ્રેમ સ્પષ્ટ હતો અને તેમણે મને યાદ કરાવ્યું કે હું જે કરું છું તે શા માટે કરું છું. પ્રેક્ષકોના દરેક ઉત્સાહ અને દરેક અવાજે મને હાજર દરેક સાથે જોડાયેલો અનુભવ કરાવ્યો. જબરજસ્ત પ્રતિસાદ માટે હું ખૂબ જ આભારી છું, અને હું આજે દિલ્હીમાં ફરીથી પરફેર્મન્સ કરવા માટે રાહ જોઈ શકતો નથી.’ દિલજીત દોસાંઝના કોન્સર્ટને કારણે દિલ્હીમાં ઘણી જગ્યાએ ટ્રાફ્કિ જામની સમસ્યા સામે આવી હતી, ઘણા લોકોએ સ્થળ સુધી પહોંચવાના પ્રયાસમાં લાંબા ટ્રાફ્કિ જામમાં ફ્સાઈ જવાની ફરિયાદ કરી હતી.
Source link