ગુજરાત રાજ્ય સહકારી સંઘ સંચાલિત પંચમહાલ જિલ્લા સહકારી સંઘ દ્વારા ગોધરા ખાતે આવેલ રમણલાલ નાયક સહકારી સભાગૃહ ખાતે ખેડૂત વિકાસ સહકારી તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ખેડૂતોના જીવન ધોરણને ઊંચુ લાવવા અને ખેડૂતોની આવક બમણી કરવા અંગે તથા ખેડૂતોને ઉદભવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પાક ધિરાણ કેવી રીતે સરળ થઈ શકે, વધુમાં વધુ ખેડૂતો પાક ધિરાણનો લાભ લઈ શકે, તેમજ સીએસસી સેન્ટર દ્વારા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવા સહિતની બાબતો અંગે ચર્ચા કરી માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં ખેડૂતોને ખેતીવાડીમાં નવી યોજનાઓની જાણકારી આપીને વર્તમાન ખેતી વ્યવસ્થા પદ્ધતિને બદલીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતી કરવા અંગે માર્ગદર્શન અપાયું હતુ. તેમજ ખેડૂતોને એકબીજાના સહકારથી પ્રાકૃતિક ખેતિ માટે સમજણ અપાઈ હતી. તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો બીજામૃત, ઘન જીવામૃત, જીવામૃત, આચ્છાદન મિશ્રા પાક પદ્ધતિ અને રોગ નાશક અસ્ત્રોના ઉપયોગ વિશે ઊંડાણપૂર્વક માહિતી અપાઈ હતી.
Source link