GUJARAT

Ahmedabad: ધો.1થી 8માં 13,800 શિક્ષકોની ભરતીની 1 નવેમ્બરે જાહેરાત કરાશે

રાજ્યની પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની ભરતી અંગે આજે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી છે. મંત્રીએ કરેલી જાહેરાત મુજબ ધોરણ.1થી 5, ધોરણ.6થી 8 અને અન્ય માધ્યમના મળીને કુલ 13,800 શિક્ષકોની ભરતી માટે 1લી નવેમ્બરના રોજ જાહેરાત આપવામાં આવશે.

બીજી તરફ કાયમી શિક્ષકોની ભરતી પહેલા જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થાય એ માટે ટૂંક સમયમાં કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ વખતે ભરતીની સંયુક્ત જાહેરાત કરવામાં આવશે.

પ્રાથમિકના શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને મંજુરી આપતો પત્ર મોકલી અપાયો છે. જેમા જણાવ્યુ છે કે, ધોરણ.1થી 5 અને ધોરણ.6થી 8 એમ બંન્ને વિભાગ માટે ગુજરાતી અને અન્ય માધ્ય માટે માત્ર ભરતીની કુલ જગ્યા દર્શાવી સંયુક્ત જાહેરાત આપવાની રહેશે. ભરતીને સમયાંતરે જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવાનું રહેશે. જિલ્લા ફેર બદલી કેમ્પ બાદ નવા હાજર થયેલા શિક્ષકોને ધ્યાને લઈ નવેસરથી જિલ્લાવાર રોસ્ટર રજીસ્ટર તૈયાર કરવાના રહેશે. રોસ્ટર રજીસ્ટર તૈયાર થયા બાદ જિલ્લાઓને કુલ ખાલી જગ્યાના પ્રમાણમા મંજુર થયેલ જગ્યાઓ ધ્યાને લઈ ભરવાપાત્ર જગ્યાની ફાળવણી કરવાની રહેશે. ફાળવેલ જગ્યાઓ ધ્યાને લઈ અનામત નીતિ અનુસાર જિલ્લા-નગર પાસેથી માંગણા પત્રક મેળવી ભરતી પોર્ટલ પર વિગતવાર પ્રસિદ્ધ કરવાની રહેશે. કામ ચલાઉ મેરીટ યાદી જાહેર કરી ઉમેદવારોને જિલ્લા પસંદગી કરાવવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ.1થી 5 અને ધોરણ.6થી 8 તેમજ અન્ય માધ્યમના શિક્ષકોની સંયુક્ત ભરતી કાર્યવાહી હાથ ધરવાના લીધે તમામ શાળાઓને ઝડપથી શિક્ષકો મળી શકશે. એ સિવાય ભરતી પ્રક્રિયામાં પણ ઝડપ આવશે. જિલ્લાફેર બદલી કેમ્પનું કાયમી ભરતી પહેલા આયોજન થતાં સિનિયોરીટી ધરાવતાં શિક્ષકોને વતનમાં જવાને લઈ અન્ય કોઈ વાંધો નહી આવે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button