મુંબઇના બાન્દ્રા ટર્મિનસ ખાતે રવિવારે સર્જાયેલી ધક્કામુક્કીની ઘટનાની પૃષ્ઠભૂમિમાં પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે કે પ્રવાસીઓનો લગેજ તેમના જે-તે ટ્રાવેલ ક્લાસ માટેની માન્ય લિમિટ કરતાં વધારે હશે તો દંડ વસૂલવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા લોકોને રેલવે સ્ટેશનો પર ભીડ ન કરવા પણ અનુરોધ કરાયો હતો.
પશ્ચિમ રેલવેની એક યાદીમાં જણાવ્યાનુસાર દરેક પ્રવાસી અમુક લિમિટમાં લગેજ કોઇ પણ પ્રકારના ચાર્જ વિના રાખી શકે છે પરંતુ સ્કૂટર અને સાઇકલ જેવી આઇટમો તેમજ 100 સે.મી. X 100 સે.મી. X 70 સે.મી.થી મોટી સાઇઝના કન્સાઇનમેન્ટ ફ્રી એલાઉન્સ માટે ક્વોલિફાય થતા નથી. યાદીમાં એમ પણ જણાવાયું હતું કે પ્રવાસીઓએ સ્ટેશનો પર ભીડ ટાળવા તેમની ટ્રેનના શિડયૂલને ધ્યાનમાં રાખીને સ્ટેશને પહોંચવું અને જે-તે લિમિટ મુજબનો જ લગેજ રાખવો.પ્લેટફોર્મ્સ પર ભીડ ન થાય અને સ્ટેશન પ્રીમાઇસીસમાં પ્રવાસીઓની મૂવમેન્ટ સ્મૂધ રહે તે માટે આ પગલાં લેવાયા છે.લગેજ માટેનું ફ્રી એલાઉન્સ ટ્રાવેલ માટેના જે-તે ક્લાસ અનુસાર અલગ અલગ હોય છે. ફ્રી એલાઉન્સથી વધુ લગેજ હશે તો તે મુજબ પેનલ્ટી લેવાશે. આ નિર્દેશ તાત્કાલિક અસરથી અમલી બન્યો છે અને 8 નવેમ્બર સુધી અમલમાં રહેશે. યાદીમાં એમ પણ કહેવાયું હતું કે તહેવારોની સિઝનમાં પાર્સલ બુકિંગમાં નોંધપાત્ર વધારો થતો હોય છે. ખાસ કરીને બાન્દ્રા ટર્મિનસ, વાપી, વલસાડ, ઉધના અને સુરતની પાર્સલ ઓફિસોમાં. આ પાર્સલો ટ્રેનોમાં લોડ કરવા માટે પ્લેટફોર્મ પર રખાતા હોવાથી પેસેન્જર મૂવમેન્ટમાં અગવડ ઊભી થાય છે.
Source link