GUJARAT

Botad: કષ્ટનું હરણ કરનારા છે કષ્ટભંજન દેવ : અમિત શાહ

બોટાદ જિલ્લામાં સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગોપાળાનંદ સ્વામી 1100 રૂમ યાત્રિક ભવનનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં વડતાલ સંપ્રદાયના સંતો મહંતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ યાત્રિક ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અમીત શાહે જણાવ્યુ હતું કે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ કષ્ટનું હરણ કરનારા છે અને આ સાળંગપુરના પરિસરમાં એક અનોખી ઉર્જા છે. જે હું સાળંગપુર આવ્યા બાદ અનુભવી રહ્યો છું. નવનિર્મિત યાત્રિક ભવનથી હનુમાન ભક્તોને ઘણી બધી સરળતા રહેશેે.

બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વના દરેક આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું સૌથી વધુ 1100 રૂમવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનનું કેન્દ્રિય ગૃહમંત્રીઅમિત શાહ અને વડતાલ ગાદીના ધર્મધુરંધર 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ના હસ્તે લોકાર્પણ કર્યું હતું. આતકે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ હતુ કે, ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન એકદમ ગ્રીન કહી શકાય એવું છે.અહીં દૂર-દૂરથી પહોંચતા લોકો આ યાત્રિક ભવનમાં રોકાઈ નિર્વિઘ્ને દાદાના દર્શનનો લ્હાવો લઈ શકશે. દાદાના ખજાનામાં કમી નથી. આ વિશાળ યાત્રિક બે વર્ષમાં કામ પૂરું થયું છે. અહીં વિરાજિત કષ્ટભંજન દેવ હનુ માનજી દરેકના દુખ દૂર કરે છે. મારી વાતકરું તો મારા જીવનમાં જ્યારે મુશ્કેલી અને ચિંતા આવી ત્યારે દાદા સમક્ષ શિશ ઝૂકાવ્યું અને તે ચિંતા મુશ્કેલી દૂર થઈ છે. ગોપાળાનંદ સ્વામીના નામથી બનેલું આ યાત્રિક ભવન વર્ષો સુધી અહીં લોકોને આશરો આપશે. આ કષ્ટભંજન દેવનું સ્થાન યુવાઓમાંપ્રેરણાનું સ્થાન બન્યું છે તેમ જણાવ્યું હતું.

કષ્ટભંજન દેવ હનુમાનજી સમક્ષ શિશ ઝૂકાવ્યું હતું અને દાદાની વિશેષ શોડષોપચાર પૂજા કરી હતી અને શાસ્ત્ર્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામીએ અમિતશાહને હનુમાનજી મહારાજ ની ચાંદીની મૂર્તિ અર્પણ કરી હતી.જયારે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન સ્વામીએ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની આમંત્રણ પત્રિકા 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે અમિત શાહને અર્પણ કરાઈ હતી. ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનના લોકાર્પણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ યાત્રિક ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં બોટાદ જિલ્લાના પોલીસ વડા કિશોર બલોલિયા અને ડીવાયએસપી મહર્ષિ રાવલ અને ઉચ્ચ અધિકારીઓ નો પણ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.

મને અહીં બોલાવી દાદાના આશીર્વાદ લેવાનો મોકો આપ્યો : અમિત શાહ

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદબોધનમાં સૌથી પહેલા ગુજરાતના સૌ નાગરિકોને દીપાવલીની ખુબ ખુબ શુભકામ નાઓ પાઠવી હતી.આમ તો તમે કાળી ચૌદસે આવો તો દાદા ના દર્શન થાય બધા કષ્ટોનું હરણ થાય અને દીપાવલીના દિવસે આવો તો દાદાના ઐશ્વર્યનું તારા પુણ્ય મુજબ ફ્ળ તમારા ખાતા માં જમા થાય. આજે કાળીચૌદસ, રૂપચૌદસ અને દિપાવલી એક જ દિવસે છે. તમે મને અહીં બોલાવી દાદાના આશીર્વાદ મારા સમગ્ર પરિવાર સાથે લેવાનો મોકો આપ્યો એ બદલ આભાર માન્યો હતો.

સાળંગપુર ધામ ભારતનું મિની તિરૂપતિ બનવા તરફ્ જઈ રહ્યું છે ….નૌતમ સ્વામી આ તકે નૌતમ સ્વામીએ જણાવ્યું હતુ કે સમગ્ર દેશમાં ક્યાંય ન હોય એવું ભવ્યાતી ભવ્ય ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉઘ્દાટન થયું છે. સાળંગપુર ધામ ભારતનું મિની તિરૂપતિ બનવા તરફ્ જઈ રહ્યું છે. વડતાલ બોર્ડનો આ નિર્ણય છે એ સર્વશ્રોષ્ઠ નિર્ણય છે.

દાદાના દરબારમાં આજે બહુ મોટો પર્વનો દિવસ છે. હરિપ્રકાશ સ્વામી

આતકે હરિપ્રકાશ સ્વામી એ જણાવ્યું હતું કે દાદાના દર બારમાં આજે બહુ મોટો પર્વનો દિવસ છે. લાખો ભક્તો માટે અમારા આચાર્ય રાકેશપ્રસાદજી, દેશના ગૃહપ્રઘાન અમિતભાઈ શાહ દ્વારા ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ભક્તોને અર્પણ કર્યું છે. આજે મંદિરના સંતો દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને ગર્ભગૃહમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની ચાંદીની મૂર્તિ ભેટમાં આપવામાં આવી છે.

અમિત શાહ અને વડાપ્રધાનના સંકલ્પો પૂરા થાય એવી પ્રાર્થના : આચાર્ય રાકેશપ્રસાદ

આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે જણાવ્યું હતું કે ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની અંદર જેમણે પાયાની સેવા કરી છે તે દરેકનો આભાર. હનુમાનજીને પ્રાર્થના કે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક સંકલ્પો પૂરા થાય એવા આશીર્વાદ આપો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button