સોમનાથમાં દિવાળીના વેકેશનને લઈ લોકો દર્શન કરવા માટે ઉમટી પડયા છે.ત્યારે દર્શન કર્યા બાદ સહેલાણીઓ દરિયા કિનારે જીવના જોખમે મસ્તી કરીને સ્નાન કરી રહ્યા છે,કયારેક આ મસ્તી ભારે પણ પડી શકે છે,કહેવાય છે કે સોમનાથનો દરિયો એ ભયાનક દરિયો છે અને ઘણીવાર લોકોના જીવ પણ ગયા છે.3 દિવસ પહેલા જ કિશોર દરિયામાં ગરકાવ થયો હતો અને હજી તેના મૃતદેહની શોધખોળ ચાલું છે.
સહેલાણીઓ જીવના જોખમે કરી રહ્યા છે મસ્તી
સાવધાન આવી મોજ મસ્તી પડી શકે છે ભારે લોકો દરિયાની છેક અંદર સુધી જઈને પાણીમાં મસ્તી કરી રહ્યાં છે,મોટી સંખ્યામાં સહેલાણીઓ દરિયા કિનારે સ્નાન કરવા માટે ઉમટયા છે.સોમનાથ ચોપાટી પર સમુદ્રમાં જવા પર છે પ્રતિબંધ તેમ છત્તા લોકો સ્નાન કરી રહ્યાં છે,તંત્ર દ્રારા ચોપાટી પર સૂચનાઓ પણ મૂકવામાં આવી છે તેમ છત્તા લોકો સૂચનાનું પણ પાલન કરતા નથી અને બેદરકારી ભર્યું વર્તન કરી રહ્યાં છે.તંત્ર દ્રારા પણ કોઈ સાવચેતી નથી રખાઈ.
સોમનાથનો સમુદ્ર અતિ જોખમી
સોમનાથનો દરિયો જોખમી છે તેમ છત્તા લોકો બેફામ બનીને સ્નાન કરી રહ્યાં છે.ત્રણ દિવસ પૂર્વે જ સમુદ્રમાં ગરકાવ બનેલ કિશોર આજે પણ લાપતા છે તેમ છત્તા સોમનાથ ચોપાટી પર સમુદ્રની લહેરો જોઈ પ્રવાસીઓ ગાંડાતુર થયા છે.જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પણ છે અમલ માં.સોમનાથ સમુદ્ર કિનારે પોલીસ બંદોબસ્ત છતાં સહેલાણીઓ જાય છે સમુદ્રમાં,પોલીસ પણ મુકપ્રેક્ષક બનીને તમાસો જોઈ રહી છે.
સોમનાથ જવા સીધી ફલાઈટ શરૂ
હવે સોમનાથ મંદિરના દર્શન કરવા જતા ભક્તો અમદાવાદથી કેશોદની સીધી ફ્લાઈટ સેવાનો ઉપયોગ કરી શકશે. સોમનાથ મંદિરનું સંચાલન કરતા ‘શ્રી સોમનાથ ટ્રસ્ટ’એ પણ ભક્તો માટે મોટી સેવા શરૂ કરી છે. કેશોદ એરપોર્ટ પર ઉતરનાર મુલાકાતીઓને ટ્રસ્ટ એરપોર્ટથી સોમનાથ મંદિર સુધી મફત પીકઅપ બસની સુવિધા આપશે. સૂત્રો દ્વારા મળતી માહિતી આ ફ્લાઇટ રૂ.2100માં 45 મિનિટમાં પહોંચાડશે.
Source link