GUJARAT

Gandhinagarમાં શંકાસ્પદ ઝીકા વાયરસનો કેસ પોઝિટિવ નોંધાયો, સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ બન્યું

ગાંધીનગરમાં શંકાસ્પદ ઝીકા વાયરસનું સેમ્પલ પોઝિટિવ આવ્યું છે જેમાં એક દર્દીમાં લક્ષણો દેખાતા લેવાયું હતું સેમ્પલ,આ સમગ્ર કેસમાં પુના લેબમાં મોકલેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.સાથે સાથે સેકટર 5 ના એક 75 વર્ષીય વૃદ્ધમાં ઝીકા વાઇરસના લક્ષણો જણાતા એન્ટી લારવા, ફોગીંગ અને ફીવર સર્વે ની કામગીરી કરવામાં આવી રહી છે.દર્દીની હાલત સ્થિર હોવાને લઈ તેમને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.જોકે અન્ય કોઈ દર્દીઓમાં આવા પ્રકારના લક્ષણોની ચકાસણી માટે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.

અધિક નિયામક ડો. નીલમ પટેલનું નિવેદન

આ બાબતે ડોકટરનું કહેવું છે કે,સેક્ટર-5માં રહેતા વડીલમાં લક્ષણો જણાયા હતા અને દર્દીનું સેમ્પલ પૂના લેબમાં મોકલાયું હતું,લેબના રિપોર્ટમાં ઝીકા પોઝિટિવ આવ્યો છે,હાલ દર્દીની સ્થિતિ ખૂબ જ સારી છે,એડિસ મચ્છરથી ઝીકા વાયરસ ફેલાતો હોય છે તેમજ ગુજરાતમાં અત્યાર સુથી 5 ઝીકા વાયરસના કેસ નોંધાયા છે.27 જેટલી ટીમોએ સર્વેલન્સ કર્યું છે.

શું હોય છે ઝીકા વાયરસ

ઝીકા વાયરસ મચ્છરોથી ફેલાતી એક બીમારી છે. આ બીમારી એડીઝ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર દિવસના સમયે વધારે એક્ટિવ હોય છે. આ વાયરસથી થનારું સંક્રમણ ખતરનાક હોય છે અને દર્દીના હોસ્પિટલમાં દાખલ થવાની સમસ્યા પણ આવી શકે છે.

આ છે ઝીકા વાયરસથી સંક્રમણના લક્ષણ

એડીઝ એલ્બોપિક્ટ્સ અને એડીઝ ઈજિપ્ટીથી ઝીકા વાયરસ ફેલાવવાનો ખતરો વધે છે. ઝીકા વાયરસથી સંક્રમિત થવા પર તાવ અને મલેરિયાના લક્ષણો સાથે જોવા મળે છે. આ વાયરસ એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે. એવામાં સંક્રમિત વ્યક્તિથી લગભગ 3 અઠવાડિયા સુધીનું અંતર રાખવું જરૂરી છે.

પ્રથમ કેસ જૂનમાં નોંધાયો

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં 26 સગર્ભા સ્ત્રીઓનો સમાવેશ થાય છે, પરંતુ સદનસીબે તેમાંથી મોટાભાગની મહિલાઓ તંદુરસ્ત છે અને આ વર્ષે 20 જૂને શહેરમાં ઝિકા વાયરસના ચેપનો પ્રથમ કેસ નોંધાયો હતો. 46 વર્ષીય ડૉક્ટરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદતેમની 15 વર્ષની પુત્રીમાં પણ ચેપની પુષ્ટિ થઈ હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button