GUJARAT

Surendranagar: જોરાવરનગરના મુખ્ય ચોકમાં પાન પાર્લરના વેપારીનું ઢીમ ઢાળનાર આરોપી પકડાયો

જોરાવરનગરમાં મયુર પાન પાર્લર ચલાવતા વેપારીની તા. 5-11ના રોજ રાત્રે રીવોલ્વર વડે ફાયરીંગ કરી છાતીમાં ગોળી મારી હત્યા કરાઈ હતી. બનાવના ફરાર આરોપીને પોલીસે પકડી લીધો છે.

શુક્રવારે બપોરના સમયે આરોપીને ઘટનાના રીકન્ટ્રકશન માટે ઘટનાસ્થળે લઈ જવાયો હતો. આ સમયે મોટી સંખ્યામાં લોકો આરોપીને જોવા રસ્તા પર ઉમટી પડયા હતા. વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ જોરાવરનગરના હનુમાન ચોક વિસ્તારમાં રહેતા 50 વર્ષીય જીતેન્દ્રસીંહ અગરસીંહ ગોહીલ જોરાવરનગરના મેઈન ચોકમાં મયુર પાન પાર્લર નામે દુકાન ચલાવતા હતા. તેઓએ ગત વર્ષે દિવાળીએ ફટાકડાનો સ્ટોલ કર્યો હતો. ત્યારે 80 ફુટ રોડ પર રહેતો વનરાજ કાળુભાઈ ખાચર બાકીમાં ફટાકડા લઈ ગયો હતો. જેને એક વર્ષ જેટલો સમય થવા આવવા છતાં વનરાજ પૈસા આપતો ન હતો.

આથી થોડા દિવસ પહેલા જીતેન્દ્રસીંહે પૈસાની ઉઘરાણી કરી હતી. આ વાતની દાઝ રાખી ગત તા. 5-11ના રોજ રાત્રે 9-45 કલાકના અરસામાં વનરાજ મયુર પાન પાર્લરે આવ્યો હતો. અને પાનના થડા પર બેસેલા જીતેન્દ્રસીંહ પર રીવોલ્વર વડે ર રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. અને ફરાર થઈ ગયો હતો. જેમાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં જીતેન્દ્રસીંહનું મોત થયુ હતુ. આ બનાવની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી. ત્યારે તપાસકર્તા અધીકારી ડીવાયએસપી વી.બી.જાડેજા સહિતની ટીમ દ્વારા આરોપી વનરાજ ખાચરને ઝડપી લેવાયો હતો. તેને શુક્રવારે બપોરના સમયે ઘટનાના રીકન્સ્ટ્રકશન માટે મેઈન ચોકમાં ઘટનાસ્થળે લઈ જવાયો હતો. આ સમયે બજારમાં લોકોના ટોળા આરોપીને જોવા માટે ઉમટી પડયા હતા. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button