ભારત અને રશિયા વચ્ચે વેપાર, અર્થવ્યવસ્થા, વૈજ્ઞાનિક તકનીક બાબતોના આંતર સરકારી આયોગની પચીસમી બેઠક નવી દિલ્હીમાં આયોજિત થઈ હતી. આ બેઠકમાં ભારતના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ વિદેશમંત્રી એસ. જયશંકરે કર્યું હતું, જ્યારે રશિયાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રશિયાના પ્રથમ નાયબ વડાપ્રધાન ડેનિસ મંટુરોવે કર્યું હતું.
આ બેઠકમાં વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે, 2030 સુધીમાં ભારત અને રશિયા વચ્ચેનો વેપાર વધીને 100 અબજ ડોલરનો થઈ જશે. તેમણે કહ્યું કે, બંને દેશ વચ્ચે વેપાર મુદ્દે કેટલાક પડકાર છે, જેમાં ખાસ કરીને ચુકવણી અને પુરવઠા સંબંધી છે. આ બાબતમાં ઘણું બધું કામ થયું છે પરંતુ હજુ થોડું કામ બાકી છે. કનેક્ટિવિટીની બાબતમાં અમારા સંયુક્ત પ્રયાસ જેવા કે, ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર, ચેન્નઈ-વ્લાદિવોસ્તોક કોરિડોર અને નોર્ધન સી રૂટનાં કામ આગળ વધારવાં જોઈએ. આ બેઠકમાં ખાદ્ય અને આરોગ્ય સુરક્ષા મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
Source link