કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માં મહિલા સૈનિકોની ભાગીદારી વધવાની છે. કેન્દ્ર સરકારે એક હજાર કરતાં વધારે કર્મીઓ વાળી પહેલી પૂર્ણ મહિલા રિઝર્વ બટાલિયન તૈયાર કરવાની મંજૂરી આપી દીધી છે.
આ નિર્ણય એરપોર્ટ અને અન્ય મહત્ત્વના એકમોમાં CISF જવાનોની ડયૂટીની વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યા અનુસાર, રિઝર્વ બટાલિયનને પહેલાંથી સ્વીકૃત બે લાખ કર્મીઓના દળથી તૈયાર કરવામાં આવશે. રિઝર્વ બટાલિયનમાં 1,025 મહિલા જવાન રહેશે. તેનું નેતૃત્વ વરિષ્ઠ કમાન્ડન્ટ સ્તરના અધિકારી કરશે. તે બાબતે ચાલુ અઠવાડિેયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્વીકૃતિ આદેશ જારી કર્યો છે.
અધિકારીઓ અનુસાર CISF પાસે દેશનાં 68 એરપોર્ટ સહિત દિલ્હી મેટ્રો, લાલ કિલા અને તાજમહાલની સુરક્ષાની જવાબદારી છે. અહીં મોટી સંખ્યામાં મહિલા જવાનોની જરર પડે છે. તે માટે સરકારને પૂર્ણ મહિલા રિઝર્વ બટાલિયનની રચના કરવા પ્રસ્તાવ કરાયો હતો.
Source link