સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લામાં વસતા અને દેશ સેવામાંથી નિવૃત થતા સૈનીકોના પેન્શનના કામ માટે રાજકોટ જવુ પડતુ હતુ. ત્યારે સુરેન્દ્રનગરમાં આ અંગેની કચેરી જિલ્લા સૈનીક કલ્યાણ અને પુનઃ વસવાટ કચેરી શરૂ થઈ હતી. જેમાં બુધવારે કલેકટરે કચેરીની મુલાકાત લઈ શહીદોના ગંગાસ્વરૂપા પત્નીઓ સાથે સંવાદ કર્યો હતો.
સમગ્ર રાજયના અન્ય જિલ્લાઓની સરખામણીએ સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ પુર્વ સૈનીકો છે. ત્યારે નિવૃત થતા સૈનીકોના પેન્શન સહિતના કામો માટે જિલ્લાના પુર્વ સૈનીકોને રાજકોટ જવુ પડતુ હતુ. ત્યારે આ અંગેની રજુઆત થતા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરની મધ્યસ્થતાથી પાલીકા દ્વારા રંભાબેન ટાઉનહોલ ખાતે જિલ્લા સૈનીક કલ્યાણ અને પુનઃ વસવાટ કચેરી કાર્યરત કરાઈ છે. જેમાં બુધવારે જિલ્લા કલેકટર કે. સી. સંપતે આ કચેરીની મુલાકાત લીધી હતી. જેમાં કર્નલ વિશાલ શર્માએ કચેરીના કામકાજ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે કલેકટરે પુર્વ સૈનીકો અને શહીદ સૈનીકોના ધર્મપત્નીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. તથા તેઓની સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે પાલિકાના ચીફ ઓફીસર સાગર રાડીયા, ઈજનેર કયવંતસીંહ હેરમા સહિત મોટી સંખ્યામાં નિવૃત સૈનીકો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
Source link