ડીઈઓ દ્વારા શહેરની ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા ગ્રાન્ટ એસેમેન્ટ પર અગાઉ ખુલાસો ન આપતાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં શૈક્ષણિક વર્ષ 2023-24 માટેના સ્કુલ ગ્રાન્ટ એસેમેન્ટમાં હાજર ન રહેનાર અને ઓડીટ ફાઈલ રજુ ન કરનાર 68 શાળાઓને ડીઈઓ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
તેમજ જો કાર્યવાહીમાં આચાર્ય હાજર ન થાય તો ડીઈઓએ પગાર કાપવાની પણ ચીમકી આપી છે. આ માટે શાળાઓને 21-22 નવેમ્બરના ફરજિયાત રૂબરૂમાં હાજર રહેવા માટે જણાવ્યું છે.અમદાવાદ ડીઈઓ અગાઉ 27 સપ્ટેમ્બરના કેટલીક શાળાઓના આચાર્ય-સંચાલકોને સ્કુલ ગ્રાન્ટ એસેસમેન્ટ માટે ઓડિટ કરવી લેવા માટે જણાવવામાં આવ્યું હતું, જેમાં ઘણી શાળાઓ હાજર રહી ન હતી. તેમજ ડીઈઓ દ્વારા 7 દિવસની અંદર હાજર રહીને ઓડિટ ફાઈલ રજુ કરવા તેમજ પોતાના ખુલાસાનો જવાબ આપવા માટે જણાવ્યું હતું. આ હેઠળ શહેરની 68 શાળાઓના સંચાલકો કે આચાર્ચ હાજર રહ્યા ન હતા. જે પછી અમદાવાદ ડીઈઓએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેના હેઠળ 68 શાળાના આચાર્યોને નોટિસ મોકલીને જણાવવામાં આવ્યું છેકે, ગ્રાન્ટ એસેમેન્ટ ઓડિટના લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ તેમજ ગ્રાન્ટ ઈન એઈડ કોડ 1964 ની જોગવાઈનું ઉલ્લંઘન થયું છે. જેના માટે શાળાના આચાર્યોને હાજર રહેવું પડશે. આ માટે 21 અને 22 નવેમ્બરના શાળાના આચાર્યોએ હાજરી આપવાની રહેશે. જેમાં 21 નવેમ્બરના 18 શાળાના માટે રૂબરૂમાં સુનાવણી હાથ ધરાશે. જ્યારે 22 નવેમ્બરના 50 શાળાની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સુનાવણી દરમિયાન જો શાળાના સંચાલકો કે આચાર્યો રૂબરૂ ખુલાસા સાથે હાજર ન રહેશે તો તેમનો ડિસેમ્બર મહિનાથી પગાર બંધ કરવામાં આવશે. જો સ્કૂલો દ્વારા સુનાવણીમાં સંતોષજનક ખૂલાસા નહીં કરવામાં આવે તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આકરાં પગલાં લેવાઈ શકે છે.
Source link