ધંધૂકાના પચ્છમ ખાતે આવેલ દાદાબાપુધામ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં જોડાયેલ સાધુ સમાજના 11 દીકરીબાઓને પાનેતરના સ્વરૂપે કલાત્મક હાથ ભરત ગૂંથણની ચણીયા ચોળી પોતાના સ્વહસ્તે પચ્છમ ભાલ મુકામે કરિયાવર અર્પણ પૂજનના કાર્યક્રમમાં રૂબરૂમાં બોલાવી અને અર્પણ કરેલ તેમજ કરિયાવરની બીજી ખૂટતી વસ્તુમાં દરેક દીકરીને ડ્રેસ તેમજ સાડી અને અન્ય બીજી પાંચ વસ્તુઓ અપાઈ હતી.
આ પ્રસંગે ગુજરાત સાધુ સમાજના યુવા પ્રમુખ મનોજબાપુ મેંશવાણિયા તેમજ સેવાના ભેખધારી હરિરામ બાપુ ધારપીપળા સાધુ સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ નીતાબેન ગોંડલીયા તેમજ 100 ઉપરાંત સાધુ સમાજના ગુજરાતના સેવાભાવિ વડીલો અને યુવાનોએ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. તેમજ દાદા બાપુ ધામનો સેવક પરિવાર અને ભક્તજનોની ખૂબ મોટી હાજરી હતી. આ પ્રસંગે વિજયસિંહ બાપુએ દાદાને વ્હાલી દીકરી ઉપર સુંદર પ્રવચન આપી સાધુ સમાજની દીકરીબાઓને જીવનમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે દાદા બાપુ ધામના દ્વાર તેમના માટે સદૈવ ખુલ્લા છે એવું જણાવ્યું ત્યારે દીકરીઓની આંખમાં હર્ષના આંસુ આવેલ અને છેલ્લે ગુજરાત સાધુ સમાજ વતી મનોજ બાપુએ વીર ભૂષણ વિજયસિંહ બાપુનો અંતકરણપૂર્વક આભાર વ્યક્ત કરી સાધુવાદ આપી અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રવીણસિંહ ગોહિલ દ્વારા કરાયુ હતુ.
Source link