NATIONAL

Delhi સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ : ફ્લાઈટ્સ અને ટ્રેનોને અસર

દિલ્હી તેમજ એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. જેને કારણે વિઝિબિલિટી ઓછી થતા જનજીવનને માઠી અસર થઈ છે. અનેક ફ્લાઈટ્સ અને ટ્રેનોનાં શીડયુલ ખોરવાયા છે.

છેલ્લા ત્રણ દિવસથી દિલ્હી તેમજ એનસીઆરમાં હવાની ગુણવત્તાનો ઈન્ડેક્સ 411ને પાર ગયો છે જે ઝેરી વાયુનાં પ્રદૂષણની ગંભીરથી અતિ ગંભીર સ્થિતિ દર્શાવે છે. હાડ ધ્રુજાવતી ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે લોકોનાં હાલ બેહાલ થયા હતા. વિઝિબિલિટી ઓછી થતા લોકોને વાહનવ્યવહારમાં પરેશાની થઈ હતી. ઉત્તર ભારતનાં કેટલાક શહેરોમાં કોહરાએ કોહરામ મચાવ્યો હતો અને લાખો લોકો ગાઢ ધુમ્મસની ચપેટમાં આવી ગયા હતા. દ્રષ્ટિ ક્ષમતા ઓછી રહેવાને કારણે ટ્રેનો અને ફ્લાઈટ્સ મોડી પડી હતી. દિલ્હી આવતા 25 વિમાનો મોડા પડયા હતા. 50થી વધુ ટ્રેનો મોડી પડી હતી. વિમાનો અને ટ્રેનો મોડી પડતા એરપોર્ટ પર અને રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ થઈ હતી.

દિલ્હીનાં 69 ટકા પરિવારો પ્રદૂષણથી પ્રભાવિત થયા હતા. જેમાં આંખમાં બળતરા,દમ તેમજ અસ્થમાના દર્દીઓની સંખ્યા વધી હતી. દિલ્હીમાં ગુરુવારે પણ ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પર 300થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી. ગુરુવારે દિલ્હી આવનારી 115 ફ્લાઈટસ અને દિલ્હીથી જનારી 226 ફ્લાઈટ્સ મોડી ઉડી હતી.

રનવે પર વિઝિબિલિટી ઘટી

શુક્રવારે સવારે અમૃતસર તેમજ ચંડીગઢથી દિલ્હી આવતી ફ્લાઈટ્સ મોડી પડી હતી. રનવે પર દ્રષ્ટિ ક્ષમતા ઓછી થતા ફ્લાઈટ્સ પર તેની અસર જોવા મળી હતી. લખનઉ, ચંડીગઢની ફ્લાઈટ્સને કોહરાને કારણે ચંડીગઢ ડાઈવર્ટ કરવી પડી હતી. દિલ્હી આવનારી 25થી 30 ટ્રેનો મોડી પડી હતી.દિલ્હી એનસીઆરની 50થી વધુ ટ્રેનો પર કોહરાની અસર જોવા મળી હતી.

દિલ્હીની સરકારી ઓફિસોના સમય બદલવામાં આવ્યા

દિલ્હીમાં ધુમ્મસને કારણે વાયુ પ્રદૂષણ વધતા તેમજ વિઝિબિલિટી ઘટતા દિલ્હીની સરકારી ઓફિસોમાં કર્મચારીઓનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. દિલ્હીનાં સીએમ આતિશીએ ઠ પર જણાવ્યું હતું કે, નગર નિગમ, કેન્દ્ર સરકાર તેમજ દિલ્હી સરકારની ઓફિસોનાં સમય બદલવામાં આવ્યા છે. જે મુજબ દિલ્હી નગર નિગમની ઓફિસોનો સમય સવારે 8.30થી સાંજે 5 સુધીનો કરાયો છે. કેન્દ્ર સરકારની ઓફિસોનો સમય સવારે 9થી સાંજે 5.30 અને દિલ્હી સરકારની ઓફિસોનો સમય સવારે 10શી સાંજે 6.30 સુધીનો કરાયો છે. આ ઉપરાંત GRAP -3 નો અમલ શરૂ કરાયો હતો. ધોરણ 1થી 5નાં ક્લાસ ઓનલાઈન શરૂ કરાયા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button