ઉત્તર ભારતમાં ટેમ્પરેચરમાં ધીમેધીમે ઘટાડો થઇ રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી બેથી પાંચ દિવસમાં ઉત્તર પશ્ચિમ, મધ્ય, પૂર્વીય અને પશ્ચિમ ભારતમાં ન્યનતમ તાપમાનમાં ત્રણ ડિગ્રી જેવો ઘટાડો થશે. એટલે કે ઠંડી આવી રહી છે.
બિહાર, પંજાબ, હરિયાણા, ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં બે દિવસથી વહેલી સવારે તથા રાતના સમયે ગાઢ ધુમ્મસ પથરાયેલું જોવા મળે છે. આ સાથે આગામી બે દિવસમાં ઊત્તર પ્રદેશના પૂર્વીય વિસ્તારોમાં પણ ગાઢ ધુમ્મસ છવાઇ જવાની ચેતવણી આપવામાં આવી છે. પાછલા 24 કલાક દરમિયાન કેરળ, તમિલનાડુમાં ભારે વરસાદ પડયો હતો. આ ઉપરાંત પંજાબ અને હરિયાણામાં ઠંડી સાથે ગાઢ ધુમ્મસ છવાયું હતું. આ સાથે ચંડીગઢ, પૂર્વીય બિહાર, પૂર્વીય ઊત્તર પ્રદેશમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતમાં શુક્રવારે પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો જે 17 નવેમ્બર સુધી જળવાઇ રહેવાની સંભાવના છે.
શુક્રવારે જમ્મુ અને કાશ્મીર, ઊત્તરીય પંજાબના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. તમિલનાડું, કરાઇકાલ, તટિય આંધ્ર પ્રદેશ, રાયલસિમામાં શુક્રવારે વરસાદ નોંધાયો હતો જ્યારે કેરળમાં શુક્રવારે વરસાદ નોંધાયો હતો અને શનિવારે પણ વરસાદ જળવાઇ રહેવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
પાટનગર દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન સામાન્ય ઘટયું : દિલ્હી-એનસીઆરમાં પાછલા 24 કલાક દરમિયાન ન્યૂનતમ તાપમાનમાં હળવો ઘટાડો નોંધાયો હતો. દિલ્હીમાં શુક્રવારે અધિકતમ તાપમાન 28-30 ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન 11-17 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે હાલમાં અધિકતમ તાપમાન સરેરાશ તાપમાનની સરખામણીએ એકતી બે ડિગ્રી જેવું વધારે ચાલી રહ્યું છે જ્યારે લઘુતમ તાપમાન સરેરાશ તાપમાનની સરખામણીએ બેથી ચાર ડિગ્રી સેલ્સીયસ જેવું વધારે છે.
Source link