આજે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠક મળી હતી. જેમાં કલેક્ટરે અરજદારોને ભગવાન માની તેમના કામ નિયમાનુસાર અને કોઈપણ જાતની તકલીફ વગર પુરા કરવા અધિકારીઓને ટકોર કરી હતી.
તાજેતરમાં મહેસુલી અધિકારીઓની બેઠકમાં પણ આ જ બાબતે અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. અરજદારોની અરજીઓને ટલ્લે નહી ચડાવવા તથા અરજદારોને પણ ધક્કાનહી ખવડાવવા પર ભાર મૂક્યો હતો.
દિવાળી પુરી થયા પછી નવા વર્ષમાં જિલ્લા સંકલનની આજરોજ બેઠક મળી હતી. જેમાં અરજદારો પ્રત્યે સહાનુભૂતિ દાખવીને તેમના કામ નિયમાનુસાર અને તકલીફ વગર પુરા કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત નાગરિક સુવિધા કેન્દ્ર પત્રક અન્વયે કુલ મળેલી અરજીઓ પૈકી કેટલી અરજીઓનો નિકાલ કરાયો અને કેટલી હાલના તબક્કે પડતર રહી તેની પણ કલેક્ટર મેહુલ દવે દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. પડતર તુમારો અંગે પણ અધિકારીઓ પાસેથી ખુલાસા માંગ્યા હતા. સૌથી મહત્વમાં કલેક્ટ દવે પેન્શન કેસો મામલે ખૂબ સંવેદનશીલ છે. આજની બેઠકમાં પણ નિવૃત્ત થયેલા અવસાન પામેલા કર્મચારીઓના પેન્શન, નિવૃત્તિ પછીના સરકારી કર્મચારીઓના પેન્શન કેસો તથા આગામી 24માસમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, જુદાજુદા ખાતાઓની વસુલાતની માહિતી મેળવી હતી. નગરપાલિકાઓની વેરા વસુલાત નબળી હોવાનું ધ્યાને આવતાં ચીફ ઓફિસરોનો ટકોર કરાઈ હતી. આ ઉપરાંત ધારાસભ્ય તથા સાંસદોના પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
Source link