GUJARAT

Vadodara: ભાજપના પૂર્વ નગરસેવકના પુત્રની કરપીણ હત્યા, પોલીસે 5 લોકોની કરી ધરપકડ

વડોદરા શહેરના નાગરવાડાની મહેતાવાડી વિસ્તારમાં હિન્દૂ અને મુસ્લિમ સમાજના લોકો રહે છે. ગત રોજ મહેતાવાડીમાં રાત્રીના 11 વાગ્યે જુગારના નાણાં મામલે બે કોમના યુવકો વચ્ચે ઝઘડો થતાં બંને કોમના લોકો સામસામે આવી ગયા હતા, જેમાં મારામારી અને પથ્થરમારો થયો હતો. જેમાં વસીમ મન્સૂરી સહિત બે હિન્દૂ યુવાનોને ઈજા થઈ હતી.

બાબર ઈમરજન્સી વિભાગમાં ઈજાગ્રસ્ત મિત્ર વસીમને જોવા પહોંચ્યો

આ બનાવમાં પોલીસ મથકે જવાને બદલે 1 મુસ્લિમ અને 2 હિન્દૂ ઈજાગ્રસ્તો એસ.એસ.જી હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા હતા. આ દરમ્યાન પોલીસ ફરિયાદ થવાની બીકથી હિસ્ટ્રીશીટર બાબર પઠાણ સીધો કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ કરવા ગયો હતો અને ત્યાં પહોંચી પોતાને ચક્કર આવવા અને ઉલટીની ફરિયાદ કરી હોવાથી તે મિત્રની બાઈક પર એસ.એસ.જી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને પોતાનો કેસ કઢાવવાને બદલે સીધો ઈમરજન્સી વિભાગમાં ઈજાગ્રસ્ત મિત્ર વસીમને જોવા પહોંચી ગયો હતો.

જ્યાં વસીમની પત્ની શબનમ મન્સુરીએ ઉશ્કેરણીજનક ભાષા વાપરતા ઉશ્કેરાયેલા હિસ્ટ્રીશીટર બાબરે કેન્ટીન પાસે મિત્રો સાથે ચા પિતા ભાજપના પૂર્વ નગરસેવક રમેશ પરમારના પુત્ર તપન પરમાર પર છાતી અને ચપ્પાના 5 ઘા ઝીંક્યા હતા અને બાબરના સાગરીતોએ બાબર આજ ઈસ કો છોડના મત કહી તપનને ગડદાપાટુનો માર મારી ફરાર થઈ ગયા હતા, જેમાં સારવાર દરમ્યાન તપનનું મોત નિપજતા લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.

પિતા રમેશ પરમાર સહિત પરિવારે આક્રંદ મચાવ્યું

પુત્રની હત્યા બાદ રમેશ પરમાર સહિત પરિવારે આક્રંદ મચાવ્યું હતું અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી હતી અને આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. વહેલી સવારથી જ કારેલીબાગ પોલીસ મથકે ભાજપના નેતાઓ, નગરસેવકો અને ધારાસભ્યો ખુરશી નાખીને બેસી ગયા હતા, પરંતુ સંદેશ ન્યુઝએ સવાલ કરતા કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો.

પોલીસે 5 લોકોની કરી ધરપકડ

આ દરમ્યાન પોલીસે રાવપુરા પોલીસ મથક અને કારેલીબાગ પોલીસ મથકમાં 6 લોકો સામે હત્યા અને હત્યાની કોશિશની બે અલગ અલગ એફ.આઈ.આર નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં બાબર પઠાણ, શબનમ મન્સૂરી, વસીમ મન્સૂરી, શકીલ શેખ, એજાજ શેખની ધરપકડ કરી છે અને એક આરોપી ઈજાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં દાખલ હોવાથી તેની ધરપકડ બાકી હોવાનું જણાવ્યું હતું.

આરોપીઓ સામે જલદી ચાર્જશીટ ફાઈલ કરી કડક સજા કરવાની માગ

આરોપીઓ પબ્લિકને સોંપવાની માગ સાથે હિન્દૂ સંગઠનોએ માગ કરી હોબાળો મચાવતા આરોપીઓને પીસીઆર મારફતે સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા. આ દરમ્યાન લોકોએ પીસીઆર પર હુમલો પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાજપના નેતાઓએ ગૃહમંત્રી સમક્ષ રજુઆત કરતા ગૃહમંત્રીએ કડક પગલાના આદેશ કર્યા છે અને આરોપીઓ સામે જલ્દી ચાર્જશીટ ફાઈલ કરી કડક સજા થાય તેવી માગ થઈ રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button