NATIONAL

Manipur: CAPFની વધુ 50 કંપનીઓ તૈનાત કરાશે, અમિત શાહે લીધો નિર્ણય

મણિપુરમાં ફરી એક વખત સ્થિતિ ગંભીર બની છે. હિંસાની આગમાં નિર્દોષ લોકોને પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે સુરક્ષા એજન્સીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ મણિપુરની સ્થિતિને જોતા CAPFની વધુ 50 કંપનીઓ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મણિપુરમાં વધુ 5000 સૈનિકોની તૈનાતી કરવામાં આવશે

તમને જણાવી દઈએ કે મણિપુરમાં 50 કંપનીઓ એટલે કે વધુ 5000 સૈનિકોની તૈનાતી કરવામાં આવશે. મણિપુરમાં અત્યાર સુધીમાં કુલ 27,000 અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવેલા છે. ગૃહમંત્રીએ રાજ્યમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની તૈનાતી વિશે પૂછપરછ પણ કરી છે. તમામ એજન્સીઓને સૂચના આપી હતી કે રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવાની પ્રક્રિયાને સર્વોચ્ચ પ્રાથમિકતા રાખવામાં આવે.

મહિલાઓ અને બાળકોના મૃતદેહો મળ્યા બાદ ફરી હિંસા ફાટી નીકળી

ઉલ્લેખનીય છે કે મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી ઈમ્ફાલ ખીણમાં મેઈતાઈ સમુદાય અને નજીકના પહાડીઓમાં સ્થિત કુકી સમુદાય વચ્ચે હિંસા ચાલી રહી છે. જેમાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો બેઘર પણ થયા છે. તાજેતરમાં જ જીરીબામ જિલ્લામાં ફરી એકવાર મહિલાઓ અને બાળકોના મૃતદેહો મળી આવ્યા બાદ ભારે હિંસા ફાટી નીકળી હતી. કહેવામાં આવી રહ્યું છેક આતંકવાદીઓએ આ મહિલાઓ અને બાળકોનું અપહરણ કરીને હત્યા કરી હતી.

હિંસા બાદ મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ

CRPFના મહાનિર્દેશક અને અન્ય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના અધિકારીઓ પણ રાજ્યમાં હાજર છે. હાલમાં રાજ્યમાં કુલ 218 CAPF કંપનીઓ તૈનાત છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે મણિપુરમાં તૈનાત તમામ સુરક્ષા દળોને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી તમામ પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સુરક્ષાની સ્થિતિ નાજુક છે. હિંસામાં બંને સમુદાયના આરોપીઓ સામેલ છે. તેમની પાસે હથિયાર પણ છે. હિંસામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button