NATIONAL

Indian Coast Guardએ પાકિસ્તાની જહાજમાંથી 7 ભારતીય માછીમારોને બચાવ્યા

ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજે 17 નવેમ્બરે 7 ભારતીય માછીમારોને બચાવ્યા હતા. પાકિસ્તાની મેરીટાઈમ સિક્યોરિટી એજન્સી (PMSA)નું જહાજ PMS નુસરત આ માછીમારોની બળજબરીથી ધરપકડ કરીને પોતાની સરહદ પર લઈ જઈ રહ્યું હતું. એટલે કે ભારત અને પાકિસ્તાન સરહદ નજીકથી આ માછીમારોને પકડી રહ્યા હતા.

7 માછીમારોને પકડીને પાકિસ્તાન લઈ જવાનો પ્લાન ICGએ બનાવ્યો નિષ્ફળ

17 નવેમ્બર 2024ના રોજ બપોરે 3:30 વાગ્યે, ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ ICG Agrim પર એક ઈમરજન્સી કોલ આવ્યો. આ કોલ ભારતીય માછીમારી બોટ કાલભૈરવ તરફથી આવ્યો હતો. જે નો-ફિશિંગ ઝોન (NFZ) પાસે માછીમારી કરી રહ્યો હતો. તેને પાકિસ્તાની જહાજ દ્વારા અટકાવવામાં આવ્યું હતું અને તેના પર હાજર 7 માછીમારોને પકડીને પાકિસ્તાન લઈ જવાનો પ્લાન હતો.

બે કલાક સુધી બિલાડી અને ઉંદરની જેમ દરિયામાં રેસ ચાલી

પરંતુ ICG અગ્રિમે પૂરપાટ ઝડપે જઈને પાકિસ્તાની જહાજ નુસરતને અટકાવ્યું હતું અને બે કલાક સુધી બિલાડી અને ઉંદરની જેમ દરિયામાં રેસ ચાલી હતી. ત્યારબાદ પાકિસ્તાની જહાજને ભારતીય માછીમારોને છોડવા માટે કહેવામાં આવ્યું હતું. આખરે ધમકીઓ અને સમજાવટથી પાકિસ્તાની જહાજે માછીમારો અને બોટને મુક્ત કરી. પરંતુ કાલભૈરવની નાવ તૂટી ગઈ હતી. જેના કારણે તે દરિયામાં ડૂબી ગયો હતો.

ગુપ્તચર એજન્સીઓ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે માછીમારોની પૂછપરછ શરૂ કરી

ત્યારબાદ 18 નવેમ્બરે ICG અગ્રિમ જહાજ માછીમારો સાથે ગુજરાતના ઓખા બંદરે પરત ફર્યું હતું, હાલમાં ગુપ્તચર એજન્સીઓ, રાજ્ય પોલીસ અને કોસ્ટ ગાર્ડ સંયુક્ત રીતે તે માછીમારોની પૂછપરછ કરી રહ્યા છે. આ ઉપરાંત એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે કે દરિયામાં આ ટક્કર શા માટે થઈ?


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button