છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં અનેક ઉમેદવારો પોલીસ ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખાલી પડેલી જગ્યાઓને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતીને લઈને રાજ્યના પોલીસ વડાએ હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે.
ભરતી અંગેનું કેલેન્ડર હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું
તમને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ આગામી ભરતી અંગેનું કેલેન્ડર હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. સરકારી વકીલે ભરતી અંગેના કેલેન્ડર પર ખાતરી પણ આપી છે અને જણાવ્યું કે પોલીસ ડિપાર્ટમેન્ટની તમામ જગ્યાઓ પર 2026 સુધીમાં ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે. આ સાથે જ વિવિધ પદો માટેની ફીઝીક્લ પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં પૂર્ણ કરી દેવાશે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. લેખિત પરીક્ષા ડિસેમ્બર-જાન્યુઆરીમાં પૂર્ણ કરાશે અને લેખિત OMR પરીક્ષાનું પરિણામ ફેબ્રુઆરી સુધી જાહેર કરવામાં આવશે.
પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સ્પેક્ટરને પ્રમોશન આપવાનો નિર્ણય
ડિસેમ્બર 2024 સુધીમાં 3800 પોલીસકર્મીઓની ભરતી કરાશે. અહેવાલ મુજબ ડિસેમ્બર 2024 સુધીમાં આ ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે, જેમાં 3800થી વધુ આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર તથા હેડ કોન્સ્ટેબલની પણ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. માર્ચ 2025 સુધીમાં 1,414 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સ્પેક્ટરને પ્રમોશન પણ આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ત્યારે ડિસેમ્બર 2024 સુધી 3800થી વધુ ASI અને હેડ કોન્સ્ટેબલને બઢતી અપાશે.
પોલીસ ભરતી મુદ્દે હાઈકોર્ટમાં સરકારનો જવાબ
ત્યારે પોલીસ ભરતી મુદ્દે હાઈકોર્ટમાં સરકારએ જવાબ રજૂ કરતા વધુમાં જણાવ્યું છે કે પોલીસ જવાનો માટે ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવશે. ખેડાના કઠલાલ ખાતે ટ્રેનિંગ સેન્ટર બનશે. આ ટ્રેનિંગ સેન્ટર 2500ની કેપેસિટીવાળું હશે. આ અંગે હાઈકોર્ટમાં રાજ્ય સરકરે એફિડેવિટ ફાઈલ કર્યું છે. હાલમાં 11,377 પોલીસ ભરતી બહાર પાડી છે. ત્યારે એફિડેવિટ મુજબ કામ કરવા હાઈકોર્ટએ મૌખિક ટકોર પણ રાજ્ય સરકારને કરી છે.
Source link