GUJARAT

Surendranagar: ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગરમાં જુગારના પાંચ સ્થળે દરોડા

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના ખાટકીવાસ, તાલુકાના ઈસદ્રા, લીંબડીના નાની કઠેચી અને સુરેન્દ્રનગરની સોનલ સોસાયટી તથા પતરાવાળી પાસે પોલીસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં 14 જુગારિયાઓને ગંજીપાના, ગુળદી પાસા અને વરલી મટકાનો જુગાર રમતા રોકડા રૂપિયા 32,410 સાથે ઝડપી પાડયા હતા.

પાણશીણા પોલીસ મથકના રૂપાભાઈ જોગરાણા, કાનજીભાઈ ચીહલા સહિતનાઓએ પેટ્રોલિંગ દરમિયાન નાની કઠેચી ગામે જાહેરમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પુંજા મનજીભાઈ નાંદોદરીયા, સારા મનજીભાઈ કઠેચીયા, યાસીન ગનીભાઈ સોરા, રમેશ લઘરાભાઈ કઠેચીયા, દયારામ રામજીભાઈ ધુલેટીયા, જગદીશ કમશીભાઈ સાપરા, હામાભાઈ નાનુભાઈ ધરજીયા રોકડા રૂપીયા 10,050 સાથે ગંજીપાનાનો જુગાર રમતા પકડાયા હતા. જયારે ધ્રાંગધ્રાના ખાટકીવાસમાં જુગારની બાતમી મળતા સીટી પોલીસના સરફરાઝભાઈ સહિતનાઓએ રેડ કરી હતી. જેમાં યાસીન ઈબ્રાહીમભાઈ ભટ્ટી અને પ્રકાશ કુકાભાઈ ઉઘરેજીયા રોકડા રૂપીયા 10,150 સાથે ગુળદી પાસાનો જુગાર રમતા પકડાયા હતા. અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસના વી.આર.રબારી, નરેશભાઈ ભોજીયા સહિતનાઓએ બાતમીને આધારે ઈસદ્રા ગામે રેડ કરી હતી. જેમાં જેમા સીંધાભાઈ દાદરેચા, અશોક કાંતીભાઈ ઉઘરેજા અને દારજી અમથુભાઈ હલાણી વરલી મટકાનો જુગાર રમતા રોકડા રૂપીયા 10,860 સાથે ઝડપાયા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગરની સોનલ સોસાયટીમાં એક શખ્સ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતો હોવાની બાતમી મળતા એ ડીવીઝન પોલીસ ટીમના મહાવીરસીંહ બારડ સહિતનાઓએ રેડ કરી હતી. જેમાં રણજીત જેરામભાઈ વાઘરોડીયા વરલી મટકાનો જુગાર રમતો રોકડા રૂપીયા 180 સાથે ઝડપાયો હતો. જયારે અશ્વીનભાઈ માથુકીયા સહિતનાઓએ પતરાવાળી ચોક પાસેથી વરલીનો જુગાર રમતા વેલનાથ સોસાયટીમાં રહેતા કમા લક્ષ્મણભાઈ રીબડીયાને રોકડા રૂ. 1170 સાથે ઝડપી લીધો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button