GUJARAT

Ahmedabad: ડિજિટલ એરેસ્ટના નામે કન્સ્ટ્રક્શનના ધંધાર્થી પાસેથી સાઈબર ઠગોએ એક કરોડ પડાવ્યા

નારણપુરામાં રહેતાં કન્સ્ટ્રકશનના ધંધાર્થીને ડિજીટલ એરેસ્ટનો ડર બતાવી સાયબર ઠગોએ મુંબઈ એનસીબી, સાયબર સેલના અધિકારીઓ તરીકે ઓળખ આપી એક કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઠગોએ તેમને તેમના આધારાકાર્ડ પર બૂક પાર્સલમાં ડ્રગ્સ, 5 પાસપોર્ટ, 5 ક્રેડીટ કાર્ડ સહિતની વસ્તુઓ મળી હોવાથી મુંબઈ એનસીબી ઓફિસમાં આવવું પડશે તેમ કહી ડરાવ્યા હતા.

સાયબર સેલે મંગળવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.નારણપુરાની શિવસંકલ્પ સોસાયટીમાં રહેતાં કેતન જીતેન્દ્રભાઈ પટેલ (ઉં.53) નવરંગપુરામાં કન્સ્ટ્રક્શનની ઓફિસ ચલાવે છે. ગત તા.3 જુલાઈએ તેમના પર અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે ફેડેક્ષ કુરિયરમાંથી બોલતો હોવાનું કહી જણાવ્યું કે, મુંબઈ અંધેરી વેસ્ટ બ્રાંચમાં તમારા આધારકાર્ડ પર બૂક થયેલા અને ઈરાનથી મો. રિઝવાને મોકલેલા પાર્સલમાં પાંચ એકસપાયર્ડ પાસપોર્ટ, પાંચ ક્રેડીટ કાર્ડ, 550 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, એક લેપટોપ અને એક કિલો કપડાં છે. તમારે મુંબઈ એનસીબીમાં હાજર થવું પડશે અથવા ઓનલાઈન સ્ટેટમેન્ટ આપવું પડશે કહી કોલ એનસીબીમાં ટ્રાન્સફર કરતો હોવાનું કહી કાઈપ એપ ડાઉનલોડ કરાવી હતી. કોલમાં એનસીબી મુંબઈનો લોગો તેમજ કોલ કરનારે પ્રદીપ સાવંત મુંબઈ સાયબર પીઆઈનું આઈકાર્ડ મોકલ્યું હતું. પછી બેંક ખાતાની વિગતો લઈ બે ત્રણ દિવસ સુધી ડરાવી ચાલુ કોલે બેંકમાંથી તેમની પાસે રૂ.1,05,87,000 ટ્રાન્સફર કરાવ્યા હતા.

નવાબ મલિક સાથે કનેકશનની તપાસ ચાલતી હોવાની વાત કરી હતી

ફરિયાદીને ઠગે કોલ પર જણાવ્યું હતું. તમારું નવાબ મલીક સાથે કનેકશન છે કે નહી તેની તપાસ ચાલી રહી છે. આ રીતે ફરિયાદની ડરાવ્યા હતા.

દવાખાનાની દોડધામ વચ્ચે કોલ આવ્યો, શંકા જતા ખાતું ફ્રીઝ કરાવ્યું પણ..

ફરિયાદી કેતન પટેલ કાર ડ્રાઈવર કરીને અમદાવાદ ખાતેના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે સ્કાઈપ પર કોલ આવ્યો હતો. આરોપીએ ઈડીની તપાસ માટે પૈસા ટ્રાન્સફર કરવા જણાવતા શંકા જતા કેતનભાઈએ બેંક ખાતું ઓનલાઈન ફ્રીઝ કરાવ્યું હતું. જો કે, આરોપીઓએ અનેક કોલ કરી પૈસા ટ્રાન્સફર કરવા દબાણ કરતા તેઓએ ચાલુ કોલે બેંકમાં જઈ નાણાં ટ્રાન્સફર કર્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button