NATIONAL

Canada: નિજ્જર હત્યાને લઇને કેનેડાનું વધુ એક જુઠ્ઠાણુ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

ભારત અને કેનેડા વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. કેનેડા ભારત પર સતત ખોટા આરોપો લગાવી રહ્યુ છે. ત્યારે જસ્ટિન ટ્રુડોની કેનેડિયન મીડિયાએ વધુ એકવાર ભારત અંગે નવુ જુઠ્ઠાણુ ફેલાવી રહ્યુ છે. કેનેડાના સમાચાર પત્રમાં 20 નવેમ્બરે પ્રકાશિત થયેલા અહેવાલમાં ભારત પર લગાવેલા આરોપને ભારત સરકારે સંપૂર્ણ ફગાવી દીધો છે. આ રિપોર્ટમાં એવો આરોપ હતો કે ભારતના પીએમને ખાલિસ્તાન આંતકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કાવતરા વિશે જાણ હતી.

ભારતના વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા
ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કેનેડાના સમાચાર પત્રમાં છપાયેલા આ અહેવાલોને હાસ્યાસ્પદ ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે કહ્યું, “અમે સામાન્ય રીતે મીડિયા રિપોર્ટ્સ પર ટિપ્પણી કરતા નથી. જો કે, કેનેડિયન સરકારના એક સૂત્ર તરફથી કથિત રીતે સમાચાર પત્રમાં આપેલા આવા હાસ્યાસ્પદ નિવેદનોને એજ ધિક્કાર સાથે અવગણવા જોઇએ જેના તેઓ હકદાર છે. વધુમાં કહ્યું કે આવા પ્રકારના બદનામ કરનારા કેમ્પેઇન પહેલેથી જ તણાવગ્રસ્ત સંબંધને વધારે નુકસાન પહોંચાડી રહ્યા છે.

શું છપાયુ અહેવાલમાં ?
 કેનેડાના એક અખબારમાં છપાયેલા અહેવાલમાં એક અજાણ્યા કેનેડિયન રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કેનેડામાં કથિત ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના ષડયંત્રથી વાકેફ હતા. આ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પણ માહિતી આપવામાં આવી હતી. જોકે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેનેડા પાસે આ દાવાને સમર્થન આપવા માટે વડાપ્રધાન મોદી વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી. કેનેડિયન અધિકારીએ કહ્યું કે કેનેડા પાસે એવા કોઈ નક્કર પુરાવા નથી કે વડાપ્રધાન મોદી પાસે આ કથિત ઘટના વિશે માહિતી હતી

કેનેડા લગાવી ચૂક્યુ છે આરોપ
આવુ પહેલીવાર નથી જ્યારે કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર આરોપો લગાવ્યા હોય. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો પહેલા જ ભારત પર આરોપ લગાવી ચૂક્યા છે. જેના કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button