અદાણી ગ્રૂપના ચેરમેન અને દેશના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં લાંચ અને છેતરપિંડીના આરોપોને કારણે ભારતીય શેરબજારમાં અદાણી ગ્રૂપના લિસ્ટેડ સ્ટોક્સ ઊંધા મોઢે પછડાયા છે. ગૌતમ અદાણીના લિસ્ટેડ શેર્સમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
અદાણીના શેર્સ ધડામ
અદાણી ગ્રુપના શેરમાં 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 20 ટકાના ઘટાડા સાથે ખુલ્યો છે, જ્યારે ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 10 ટકા ઘટીને રૂ. 2539 પર પહોંચી ગયો છે અને શેર નીચલી સર્કિટ પર આવી ગયો છે. અદાણી પોર્ટ્સમાં પણ 10 ટકા, અંબુજા સિમેન્ટમાં 10 ટકા અને અદાણી પાવરમાં 16 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો
21 નવેમ્બર, 2024ને ગુરુવારે શેરબજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેરો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ગ્રુપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 20 ટકા ઘટીને રૂ. 697.70 થયો હતો અને શેર લોઅર સર્કિટમાં અથડાયો હતો. અદાણી ટોટલ ગેસનો શેર 14 ટકા ઘટીને રૂ. 577.80, અદાણી ગ્રીન એનર્જીનો શેર 18 ટકા ઘટીને રૂ. 1159, ACCનો શેર 10 ટકા ઘટીને રૂ. 1966.55 થયો હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ અને સેઝનો શેર પણ 10 ટકા ઘટીને રૂ. 1160, અદાણી વિલ્મરનો શેર 8 ટકા ઘટીને રૂ. 301 પર આવી રહ્યો છે.
Source link