![Ahmedabad: સાણંદ અને જેતલપુરમાં રૂ.20 કરોડના ખર્ચે દોઢ વર્ષમાં તળાવનું નવીનીકરણ Ahmedabad: સાણંદ અને જેતલપુરમાં રૂ.20 કરોડના ખર્ચે દોઢ વર્ષમાં તળાવનું નવીનીકરણ](https://i2.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2024/11/26/YR8Z2kb9rKDp6rbekaEJ1oGLLUtqv2L9UJRauSWQ.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા સાણંદ અને જેતલપુરમાં વર્ષો જૂના તળાવના વિકાસ માટે વારંવારની રજૂઆતો અંત આવ્યો છે. આગામી દોઢ વર્ષમાં રૂપિયા 20 કરોડના ખર્ચે બંને તળાવનું નવીનીકરણ થઇ રહ્યું છે. હાલ કામગીરી ચાલું છે. ચોમસાના લીધે કામગીરી અટકી ગઇ હતી.
નવા બનનાર બંને તળાવમાં જોગીન ટ્રેક, ચીલ્ડ્રન એરિયા, વરસાદી પાણીનો નિકાલ અને પાર્કિંગ એરિયા સહિતની સુવિધા રહેશે.સાણંદના વર્ષો જૂના ગઢિયા તળાવનો વ્યાપ 58 હજાર ચો.મી. અને 18થી 20 ફૂટ ઊંડુ છે. તળાવના વિકાસ માટે ટેન્ડર પ્રક્રિયા કરીને રૂપિયા 12 કરોડ ખર્ચે કામ સોંપાયું હતું. ગત ફેબ્રુઆરી-2024થી કામ ચાલી રહ્યું છે. ચોમાસાના લીધી બે મહિના કામગીરી થઇ શકી નહતી.
Source link