ભારતમાં એપલ યુઝર્સની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, લોકો આઈફોન ખરીદવામાં રસ દાખવી રહ્યા છે અને તેના કારણે જ ભારત પર વિશ્વાસ રાખીને કંપનીએ તેનું ઉત્પાદન પણ વધારી દીધુ છે. આઈફોનના ઉત્પાદનમાં થયેલા વધારાએ નવો રેકોર્ડ પણ બનાવ્યો છે.
Appleનું ઉત્પાદન 10 અબજ ડોલરનું રહ્યું
ભારત સરકારની PLI સ્કીમને કારણે ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં Appleનું ઉત્પાદન 10 અબજ ડોલર એટલે કે લગભગ રૂપિયા 84,000 કરોડના આંકડાને સ્પર્શી ગયું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે. કેન્દ્રીય મંત્રીએ પોતાની પોસ્ટમાં કહ્યું કે આ આંકડો ગત નાણાકીય વર્ષ 24 કરતા 37 ટકા વધુ છે. તેમણે કહ્યું કે છેલ્લા 7 મહિનામાં $10 બિલિયનમાંથી $7 બિલિયનના આઈફોનની નિકાસ કરવામાં આવી છે.
4 વર્ષમાં લગભગ 1,75,000 લોકોને મળી નોકરી
તેમણે આ રેકોર્ડને મોટો માઈલસ્ટોન ગણાવ્યો છે. આનો અર્થ એ થયો કે ઉત્પાદિત માલના લગભગ 70 ટકા નિકાસ કરવામાં આવ્યા હતા, જ્યારે $3 બિલિયનના આઈફોન સ્થાનિક બજારમાં વેચાયા છે. ઓક્ટોબર 2024 ભારતમાં Apple માટે ઐતિહાસિક મહિનો હતો, જેમાં iPhoneનું ઉત્પાદન પ્રથમ વખત મહિનામાં $2 બિલિયનને વટાવી ગયું હતું. આ સાથે જ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે છેલ્લા 4 વર્ષમાં લગભગ 1,75,000 લોકોને Appleમાં નોકરી મળી છે અને રસપ્રદ વાત એ છે કે તેમાંથી 73 ટકા મહિલાઓ છે.
PLI સ્કીમથી કંપનીઓને ફાયદો
PLI યોજના નાણાકીય વર્ષ 21માં અમલમાં મૂકવામાં આવી હતી, કારણ કે સેમસંગ સિવાય મોટાભાગના લાભાર્થીઓ પ્રથમ વર્ષમાં જ લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં સક્ષમ ન હતા. આ પછી આ યોજનાને 6 વર્ષ માટે લંબાવવામાં આવી હતી. સેમસંગ સિવાય દરેક કંપની માટે આ યોજના નાણાકીય 26માં પૂર્ણ થાય છે, જેના માટે નાણાકીય વર્ષ 25 છેલ્લું વર્ષ છે.
7 મહિનામાં નિકાસ વધી
ઈન્ડસ્ટ્રીના ડેટા અનુસાર એપલે છેલ્લા 7 મહિનામાં ભારતમાંથી લગભગ $7 બિલિયનના આઈફોનની નિકાસ કરી છે. એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળામાં કંપનીએ દર મહિને આશરે રૂપિયા 8,450 કરોડ (લગભગ $1 બિલિયન)ના ફોનની નિકાસ કરી હતી. જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળામાં કંપનીએ ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરી છે.
Source link