AMCમાં ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બનેલા પૂર્વ સહપ્રભારી ધર્મેન્દ્ર શાહના ‘ખાસ અને અંગત’ ગણાતા એવા આણંદના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી AMCમાં કાર્યાલય અધિક્ષક વર્ગ-3માં નીમવામાં આવેલા કાર્તિક પંચાલને પુનઃ તેમની મૂળ જગ્યાએ પરત કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.
આમ, ધર્મેન્દ્ર શાહના અંગત ગણાતા કાર્તિક પંચાલની ઘરવાપસી કરાઈ હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, AMC માં ધર્મેન્દ્ર શાહની દખલગીરીનો અંત આવ્યા પછી કાર્તિક પંચાલની વિદાય પણ નિશ્ચિત માનવામાં આવતી હતી. રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા તા.3 જી ઓગસ્ટ, 2022ના રોજ આદેશ આપી આણંદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં કાર્તિક પંચાલને તા.18 જુલાઇ 2024 સુધી AMC ખાતે પ્રતિનિયુક્તિ નિમણૂંક કરાઈ હતી અને પછીથી તા.18મી જુલાઇ 2025 સુધી શરતોને આધીન 1 વર્ષ માટે તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો અને તેમની મેયર ઓફ્સિ ખાતે ફરજ બજાવવા નિમણુંક કરાઇ હતી.
જોકે, કુટીર અને ગ્રામદ્યોગની કચેરી દ્વારા તેમની પ્રતિનિયુક્તિ તત્કાલીક અસરથી સમાપ્ત કરવા માટે લખેલા પત્ર બાદ AMC દ્વારા તા. 25 નવેમ્બર, 2024ના રોજ ઓફિસ અવર્સ પછી તેમને મુક્ત કરવામાં આવ્યા છે અને તેમની આણંદ ખાતે બદલીથી નિમણુંક કરવામાં આવી છે.
Source link