લીમખેડાના ભીમપુરા ગામે રોડ પર બનાવેલ દુકાનના મામલે ગામના ચાર માથાભારે શખ્સોએ દુકાન હટાવી લેવા દુકાનદાર પર દબાણ કરી કુહાડી મારી ગંભીર ઈજા કરી તેની ગાડીના તમામ કાચ તોડી નાખ્યા હતાં.
ભીમપુરા ગામમાં રહેતા કમલેશ બદિયાભાઈ ડાંગીએ રોડ પર દુકાન બનાવી હતી. જે દુકાનનો તેના જ ગામના સરતન મલાભાઇ, સુક્રમ સરતન, મુકેશ સરતન તથા નરવત ઉર્ફે નરૂ ખુમાને વિરોધ કરી કમલેશ ડાંગીની દુકાને પરમ દિવસે બપોરે જઈને તને દુકાન હટાવી લેવા કહ્યું હતું તેમ છતાં તે કેમ દુકાન હટાવી નથી. તેમ કહી દુકાન હટાવી લેવા દબાણ કરી કમલેશભાઈ બદીયા ભાઈ ડાંગીના માથામાં કુહાડી મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમજ દુકાનની નજીક પાર્ક કરેલ કમલેશભાઈ ડાંગીની ગાડીના તમામ કાચ કુહાડીની મુદર મારી તોડી નાખી નુકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હતી.
આ સંબંધે ઇજાગ્રસ્ત કમલેશભાઈ બદીયાભાઈ ડાંગીએ નોંધાવેલી ફરિયાદને આધારે લીમખેડા પોલીસે ભીમપુરા ગામના સરતનભાઈ મલાભાઇ ચારેલ, સુક્રમભાઈ સરતન ભાઈ ચારેલ, મુકેશભાઈ સરતનભાઇ ચારેલ તથા નરવતભાઈ ઉર્ફે નરૂ ખુમાનભાઈ ચારેલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Source link