ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે વર્ષોથી પરિવાર સાથે કાચા મકાનમાં રહેતા રાઠોડ નારણભાઇ ખેતી તેમજ નાનુ-મોટુ છુટક કામ કરીને પરિવારનુ ભરણ-પોષણ કરે છે, તેમની અને તેમના બાળકોની ઘણી ઇચ્છા હતી કે, તેઓનુ પણ પોતાનુ એક સરસ મઝાનુ ઘર હોય, પરંતુ માત્ર ખેતીની આવક પર નિર્ભર નારણભાઇની આર્થિક સ્થિતિ એટલી તો સારી નહોતી કે, તેઓ પોતાના ઘરનુ સપનુ સાકાર કરી શકે. તેમનુ કાચા નળીયાવાળા મકાનમાં શિયાળામાં પરિવાર કડકડતી ઠંડીમાં ઠુઠવાતુ હતું, તો ચોમાસામાં છતમાંથી વરસાદનુ પાણી આખાયે ઘરમાં પડતુ, પરંતુ સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણકારી ગામના સરપંચ થકી મળતાં અને તેનો લાભ મળતાં, આ આવાસ યોજનાના કારણે તેમનું પોતાના ઘરનું સપનું આખરે સાકાર થયું છે.
Source link