દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણની વાત કરીએ તો ક્યાંક હજી ગરમી તો ક્યાંક ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. પરંતુ વધુ એકવાર દેશ પર વાવાઝોડાનો ખતરો વર્તાયો છે. પરિણામે વિવિધ રાજ્યોમાં અત્યારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ચક્રવાત ફેંગલને લઇને 27 નવેમ્બરે કેટલીક ફ્લાઇટ અને ટ્રેનને રદ કરવામાં આવી છે. વાતાવરણમાં બદલાવને કારણે એરલાઇન દ્વારા ઘણી ફ્લાઇટ રદ કરવામાં આવી છે જેની માહિતી એક્સ પર આપવામાં આવી છે.
ઈન્ડિગોની ફ્લાઈટ રદ
ઈન્ડિગોએ ચેન્નાઈ, તુતીકોરિન અને મદુરાઈથી આવતી ફ્લાઈટ્સ માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે 27 નવેમ્બરના રોજ ઓપરેટ થનારી ફ્લાઈટ્સ બદલાતા હવામાનને કારણે રદ કરવામાં આવી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિકૂળ હવામાનના કારણે ચેન્નાઈ, તુતીકોરીન અને મદુરાઈની ફ્લાઈટને અસર થઈ રહી છે. આ સિવાય તિરુચિરાપલ્લી અને સાલેમની ફ્લાઈટને પણ અસર થઈ રહી છે. એરલાઈને મુસાફરોને તેમની મુસાફરીના અપડેટ્સ માટે http://bit.ly/3DNYJqj સાથે જોડાયેલા રહેવાની સલાહ આપી છે.
આ ટ્રેનો પણ કેન્સલ
- ટ્રેન નંબર- 22868, નિઝામુદ્દીન-દુર્ગ એક્સપ્રેસ (27 અને 30 નવેમ્બર રદ થશે)
- ટ્રેન નંબર 06618, ચિરમીરી-કટની મેમુ સ્પેશિયલ (24મી નવેમ્બરથી 01મી ડિસેમ્બર સુધી રદ રહેશે)
- ટ્રેન નંબર 06617, કટની-ચિરમીરી મેમુ સ્પેશિયલ ટ્રેન (23 અને 30 નવેમ્બર રદ થશે)
- ટ્રેન નંબર 05755, ચિરમીરી-અનુપપુર પેસેન્જર સ્પેશિયલ ટ્રેન (26, 28 અને 30 નવેમ્બર રદ થશે)
- ટ્રેન નંબર- 22868 નિઝામુદ્દીન-દુર્ગ એક્સપ્રેસ, (27 થી 30 નવેમ્બર સુધી રદ રહેશે)
- ટ્રેન નંબર 18234, બિલાસપુર-ઇન્દોર નર્મદા એક્સપ્રેસ, (23 થી 30 નવેમ્બર સુધી રદ રહેશે)
- ટ્રેન નંબર 18233, ઇન્દોર-બિલાસપુર નર્મદા એક્સપ્રેસ, 23મી નવેમ્બરથી 1લી ડિસેમ્બર સુધી રદ રહેશે)
- ટ્રેન નંબર 18236, બિલાસપુર-ભોપાલ એક્સપ્રેસ, 23 થી 30 નવેમ્બર સુધી રદ રહેશે)
- ટ્રેન નંબર 18235, ભોપાલ-બિલાસપુર એક્સપ્રેસ, 23મી નવેમ્બરથી 02મી ડિસેમ્બર સુધી રદ રહેશે)
- ટ્રેન નંબર 11265, જબલપુર-અંબિકાપુર એક્સપ્રેસ, 23 થી 30 નવેમ્બર સુધી રદ રહેશે)
- ટ્રેન નંબર 11266, અંબિકાપુર-જબલપુર એક્સપ્રેસ, 24મી નવેમ્બરથી 01મી ડિસેમ્બર સુધી રદ રહેશે)
- ટ્રેન નંબર 18247, બિલાસપુર-રીવા એક્સપ્રેસ, 23 થી 30 નવેમ્બર સુધી રદ કરવામાં આવશે)
- ટ્રેન નંબર 18248, રેવા-બિલાસપુર એક્સપ્રેસ, 23મી નવેમ્બરથી 01મી ડિસેમ્બર સુધી રદ રહેશે)
શાળાઓમાં રજા જાહેર
બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં રચાયેલ ડીપ ડિપ્રેશન બુધવાર સુધીમાં ચક્રવાતમાં ફેરવાઈ શકે છે જેના કારણે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે. ચક્રવાતને પગલે ભારે વરસાદને કારણે તમિલનાડુના ત્રિચી, રામનાથપુરમ, નાગપટ્ટનમ, કુડ્ડલોર, વિલ્લુપુરમ અને તિરુવલ્લુર જિલ્લામાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
ભયંકર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે ફેંગલ
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ ડીપ ડિપ્રેશન બુધવારે વધુ મજબૂત બનીને ચક્રવાતી વાવાઝોડામાં પરિણમી શકે છે અને તે પછી શ્રીલંકાના દરિયાકાંઠેથી પસાર થતા તમિલનાડુ કિનારે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. આ સિવાય પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC), ચેન્નાઈએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બુધવારે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે.
આ રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ
મંગળવારે સવારથી ચેન્નાઈ અને તેના ઉપનગરોમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. IMD એ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં અમુક સમયે અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. આ વરસાદ 28 નવેમ્બર સુધી ચાલુ રહી શકે છે. ભારતીય હવામાન વિભાગે તમિલનાડુ માટે ઘણી ચેતવણીઓ આપી છે. 26 નવેમ્બરે ત્રણ મધ્ય જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જ્યારે 27 નવેમ્બરે બે જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.