પાટણ નગર પાલિકા માં પ્રમુખ અને ચીફ્ ઓફ્સિરની સુરક્ષા માટે બે બાઉન્સર મુકવામાં આવતા વિવાદ શરૂ થઈ ગયો છે. પાટણ નગર પાલિકા એકતરફ્ દેવામાં ચાલે છેત્યારે બાઉન્સર પાછળ ખર્ચ કરવાને લઈને કોંગ્રેસ દ્વારા કેટલાક સવાલો કરવામાં આવી રહ્યા છે . ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની અંદર પ્રમુખ અને ચીફ્ ઓફ્સિરની ચેમ્બર પાસે સૌ પ્રથમવાર બાઉન્સરો મુકવામાં આવ્યા હોય તેવી પ્રથમ ઘટના આવી છે.
ત્યારે પાલિકા ના શાસકોએ નગરપાલિકાની અંદર અને શહેરમાં એવા કયા કામ કર્યા છે જેના કારણે અહીં બંને ઓફ્સિો આગળ બાઉન્સરોની નિમણૂક કરવી પડી છે તેવા સવાલો ઉભા થયા છે. આ ઉપરાંત અંદરો અંદરની લડાઈના કારણે ક્યારે કોઈ જૂથ સામેના જૂથ ઉપર હુમલો ના કરે તેના માટે બાઉન્સરોની નિમણૂક કરવામાં આવી છે .તેવા પણ આક્ષેપો થયા છે. શહેરના લોકો ખૂબ શાંતિ પ્રિય લોકો છે. પોતાને પ્રાપ્ત થયેલ અધિકાર અને મળેલ હક્કો ના કારણે પાટણ નગરપાલિકા ની અંદર ભાજપ શાસનમાં સ્ટ્રીટ લાઈટ , ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા બાબતે ગંદકી બાબતે તૂટી ગયેલ રોડ રસ્તા બાબતે અવારનવાર પાટણના પ્રજાજનો રજૂઆત કરતા હોય છે .આ રજૂઆતો ભારતીય જનતા પાર્ટીના શાસકોને સાંભળવી ન પડે તે માટે થઈને બંને ઓફ્સિો આગળ બાઉન્સરોની નિમણૂક કરવામાં આવી છે. નગરપાલિકાની અંદર પાછલા ઘણા સમયથી વારંવાર ટોળાઓ આવતા હોય આવા ટોળાઓ પ્રમુખ અને ચીફ્ ઓફ્સિરની ચેમ્બરમાં પ્રવેશીને પોતાના વિસ્તારની સમસ્યાઓની રજૂઆત કરી ન શકે તે માટે થઈને આ બાઉન્સરોની બંને ઓફ્સિો આગળ નિમણૂક કરવામાં આવી. નગરપાલિકા આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે ઇલેક્ટ્રિક બિલ ભરવા માટે પણ વારંવાર જીઈબી દ્વારા નોટિસો આપવામાં આવે છે. ત્યારે આ ભાજપ શાસિત પાલિકાના સત્તાધીશો બીન વ્યાજબી ખર્ચાઓ કરી અને નગરપાલિકાને વધુ આર્થિક નુકસાન સહન કરવા માટે આવા નિર્ણયો લેતા હોય છે. ખરેખર પાટણની પ્રજાનું સમસ્યાઓ ઉકેલવા માટે ખર્ચ કરવો જોઈએ નહીં કે પોતાની સુરક્ષા માટે આવા ખર્ચાઓ કરી અને નગરપાલિકાને નુકસાનીમાં ન ધકેલવી જોઈએ તેમ પાટણ શહેર કોંગ્રેસ વતી આ બાબતને અમે વખોડી કાઢીએ છીએ તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે જણાવ્યું હતું.
Source link