નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)ના અમલીકરણને લઈ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) ખાતે દેશની વિવિધ ટેકનિકલ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરનો કોન્કલેવ શરૂ થયો છે. આ કોન્કલેવમાં ઉપસ્થિત રહેલ AICTE ચેરમેનના ચેરમેને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચતા વિદ્યાર્થીઓ અંગેની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હજુ પણ ઉચ્ચ શિક્ષણમાં 28 ટકા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો છે, જેમાં આગામી 10 વર્ષમાં અંદાજે 12 ટકા જેટલો વધારો કરવો પડશે.
આ ઉપરાંત યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને ક્રેડિટ ટ્રાન્સફર થતી ન હોવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. જીટીયુમા યોજાયેલ વાઇસ ચાન્સેલર કોન્કલેવમાં ઓનલાઇન જોડાયેલા યુનિવર્સિટીઝ એસોસિએશનના સેક્રેટરી જનરલ ડૉ. પંકજ મિત્તલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ક્રેડિટ જમા થાય છે, પરંતુ ટ્રાન્સફર થતી નથી. યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને ટ્રાન્સફર માટે સ્વીકારે છે, પરંતુ યુનિવર્સિટીઓ જુદા જુદા કોર્સમાં પ્રવેશ નથી આપતી. બીએ, બીકોમ, બીએસસી સહિતના યુજી પ્રોગ્રામમાં પ્રવેશ અપાય છે, પરંતુ આ પ્રોગ્રામમા જુદા જુદા પેપર, વિષય, કોર્સમાં પ્રવેશ અપાતો નથી. જેથી ક્રેડિટ ટ્રાન્સફર થતી જ નથી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણનીતિના ભાગરૂપે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ પોર્ટલ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં આ પોર્ટલ પર 34.72 લાખ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ છે, જેમાંથી 95 લાખથી વધુ વિદ્યાર્થીઓને ક્રેડિટ જમા થઈ ચૂકી છે.
Source link