આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસની નેમ સાથે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો ભીમેશ્વર મહાદેવ હોલ મહેસાણા ખાતે યોજાયો હતો. આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસની નેમ સાથે યોજાયેલા આ કાર્યક્રમને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જસમીને પ્રારંભ કરાવ્યો હતો.
જિલ્લા પંચાયત, મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈસીડીએસના સંયુકત ઉપક્રમે મહેસાણા ખાતે યોજાયેલા ભૂલકા મેળામાં આંગણવાડીના વિવિધ ઘટકો દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓની પ્રદર્શનીને પણ જિલ્લા વિકાસ અધિકારીએ નિહાળી હતી. આંગણવાડીના બાળકો અને પ્રિ-સ્કૂલ ઈન્સ્ટ્રકટરે જ્ઞાન સાથે ગમ્મત પીરસતી સાંસ્કૃતિક કલાકૃતિઓ જેવી કે સ્વાગત ગીત, પપેટવાર્તા, નાટક, પ્રદુષણ હટાવો એકાકી, પોષણ ખોરાકના નૃત્ય ગીતો અને વાર્તાઓ પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ભૂલકા મેળાનો હેતુ બાળકોના સર્વાંગી વિકાસનો છે. બાળકો પરિવારથી દૂર આંગણવાડીએ આવે અને તેનો આઈક્યુ (ઈન્ટેલિજન્ટ કવોશન્ટ), ઈ.ક્યુ (ઈમોશનલ કવોશન્ટ) અને એસ.ક્યુ (સોશિયલ કવોશન્ટ) વિકસે અને તેમના સર્વાંગી વિકાસનો પાયો વધુ સારો થાય તે પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવાનો છે. ઈન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર ઘનશ્યામદાન ર્ડાકટર પણ છે જેનો આરોગ્યલક્ષી લાભ આંગણવાડી, તેડાગરો, કાર્યકરો અને બાળકોને પણ મળશે.
Source link