GUJARAT

Ahmedabad: હિંમતનગરમાં પારસ કોર્પોરેશન આઈટીની ઝપટમાં

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા છેલ્લાં બે દિવસથી અમદાવાદ, મહેસાણા, મોરબી, ગાંધીનગર અને હિંમતનગરમાં 34થી વધુ સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને સર્ચના અંતે મોટાપાયે કરચોરી પકડવાની શક્યતા છે. ફાયનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલ પારસ કોર્પોરેશન I. T વિભાગની ઝપટમાં આવી ગયું છે.

રસપ્રદ બાબત એ છે કે, I. T.વિભાગની સર્ચ ચાલી રહી હતી તે વેળા જ એક વ્યક્તિ રૂ. 3 લાખ, 50 હજારનું આંગડિયું કરવા આવ્યો હતો અને અધિકારીઓએ તેની પણ પૂછપરછ કરી હોવાનું જાણવા મળે છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ, શુક્રવારે સાંજથી હિંમતનગરના બગીચા વિસ્તારમાં આવેલ પારસ કોર્પોરેશનમાં સર્ચ કામગીરી હાથ ધરી છે.આવકવેરા વિભાગને મળેલી બાતમીના આધારે ITઅધિકારીઓ વહેલી સવારે સર્ચ હાથ ધરવા પારસ કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યા હતા. પરંતુ પારસ કોર્પોરેશનની ઓફિસ બંધ હતી અને સાંજ સુધી ઓફિસ ખુલી નહોતી. પરંતુ ઈન્કમટેક્સના અધિકારીઓ પારસ કોર્પોરેશનની ઓફિસની નજીકમાં વોચ ગોઠવી હતી અને શુક્રવારે સાંજે સાંજે એક મહિલા આવી હતી તેણે ચાવી આપ્યા પછી પારસ કોર્પોરેશનના શટર ખુલ્યાં હતા. ITટીમના સભ્યોએ ઓફ્સિમાં પડેલા કોમ્પ્યુટર, રોકડ સહિતના વ્યવહારોની લેવડ દેવડની વિગતો ધરાવતા મહત્વના દસ્તાવેજો પણ તપાસ હાથ ધરી હતી. આવકવેરા વિભાગની તપાસ કામગીરી ચાલી રહી હતી તે વેળા જ એક ગ્રાહક રૂ. 3.50 લાખ લઈને આંગડિયું કરવા આવ્યો હતો. દરમિયાન IT ટીમે તેની પૂછપરછ કરીને કાર્યવાહી કરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button