ભારતીય નૌકાદળના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ સોમવારે નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. નૌકાદળના વડાએ પાકિસ્તાની નૌકાદળની વધી રહેલી તાકાત પરત્વે ચિંતા જાહેર કરી હતી. ભારતીય નૌકાદળના પ્રમુખે જણાવ્યું હતું કે,’પાકિસ્તાનના નૌકાદળની અચાનક વધેલી તાકાત અંગે જાણકારી મળી છે.
પાકિસ્તાનનું નૌકાદળ હવે 50 જહાજો ધરાવતું દળ બનવાની રાહ પર છે. પોતાની જનતાની ભલાઈને બદલે હથિયારો પર પસંદગી ઉતારી છે. પરંતુ આપણે કોઈપણ પ્રકારના પડકારનો સામનો કરવા તૈયાર છીએ.’ ભારતીય નૌકાદળના વડાએ ભારતીય નૌકાદળની તૈયારીઓ વિશે જાણકારી આપતાં કહ્યું કે દેશમાં 62 યુદ્ધજહાજ અને 1 પનડૂબી નિર્માણાધીન છે.નૌકાદળને હજી પણ વધુ 31 યુદ્ધજહાજ અને 6 પનડૂબીની જરૂર છે. તે ઉપરાંત 60 યુટિલિટી હેલિકોપ્ટર મરીનની પણ જરૂર છે.એક જહાજને આવતા વર્ષે જ નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. એડમિરલ ત્રિપાઠીએ કહ્યું હતું કે સરકારે બે પરમાણુ સબમરીનના દેશમાં નિર્માણ માટે મંજૂરી આપી દીધી છે. આ બાબત દેશમાં નિર્માણ પામી રહેલા હથિયારો પરના વિશ્વાસને જાહેર કરે છે. હિંદ મહાસાગરમાં ચીનના વધી રહેલા ખતરા વિશે નૌકાદળના વડાએ જણાવ્યું હતું કે આપણે ચીન અને પાડોશી દેશોના નૌકાદળ પર પણ નજર રાખી રહ્યા છીએ. તેમના યુદ્ધ જહાજો અને રિસર્ચ વેસલ હાલમાં ક્યાં છે તેના પર પણ નજર રખાઈ રહી છે. આપણે જાણીએ છીએ કે ચીન મહાશક્તિ બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. તેમણે કહ્યું કે નૌકાદળ માટે રાફેલ લડાયક વિમાન અને ત્રણ સ્કોર્પિયન પનડૂબીનો સોદો આવતા મહિને સંપન્ન થઈ શકે છે.
26 રાફેલ, 3 સ્કોર્પીન સબમરિન માટે આવતા મહિને ડીલ થઇ શકે
નેવી ચીફ એડમિરલ ડી. કે. ત્રિપાઠીએ એમ પણ જણાવ્યું હતું કે 26 નેવલ વેરિયન્ટ રાફેલ ફાઇટર જેટ અને વધારાની ત્રણ સ્કોર્પીન સબમરિનની પ્રાપ્તિ માટે ભારત રશિયા સાથે આવતા મહિને અલગથી કોન્ટ્રાક્ટ કરે તેવી ધારણા છે. સરકારે બે ન્યુક્લિયર પાવર સબમરિન માટે પણ મંજૂરી આપી છે. તેમણે ઉમેર્યું હતું કે ચીન અને પાકિસ્તાનની નેવીની હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
Source link