શહેરમાં ચારેય તરફ ઓવરલોડ પેસેન્જર ભરીને જતાં રિક્ષાચાલકોના ચટાકેદાર હપ્તાના લીધે પોલીસની તેમની પર રહેમનજર છે. જ્યારે 95 ટકા ટુવ્હીલર વાહનો ડિટેઇન કરીને ચાલકોને આડેધડ દંડ ફટકારી પરિવારનું આખું આર્થિક બજેટ ખોરવી નાખનાર ટ્રાફિક પોલીસ સામે ચાલકોએ રોષ વ્યક્ત કર્યો છે.
ટુવ્હીલર અને કારની કિંમતમાં લાંબો ફરક હોવા છતાં દંડની રકમમાં ટુવ્હીલરમાં 4,500 અને કારમાં 5,500 સુધીનો એવરેજ દંડ વસૂલાયો છે. સોમવારે ડિટેઇન વાહનના 600થી મેમો મળી પાંચ દિવસમાં 3,830 મેમોની 1.20 કરોડથી વધુ રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસની વાહન ડિટેઇન કરવાની આડેધડ કાર્યવાહી સામે હવે આરટીઓ કચેરીમાં મેમો સ્વીકારવા પૂરતું જ આયોજન કરી દેવાયું છે. હાલ સુભાષબ્રિજ RTOમાં કેશ પણ મોડે સુધી લેવાઈ રહી છે. દંડ ભરનાર વાહન માલિકોએ સોમવારે પોલીસ કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, રસ્તા પર નિયમોનું ઉલ્લંઘન કરીને ખીચોખીચ પેસેન્જરો ભરીને ફરતી રીક્ષાઓ પોલીસને નજરે ચઢતી નથી. ડ્રાઇવમાં રિક્ષાઓને દંડ કરાયો નથી. માત્ર ટુવ્હીલરચાલકો ટાર્ગેટ કરાયા છે. પ્રત્યેક ટુવ્હીલર ચાલક એકસાથે 7થી 8 હજાર સુધીની રકમ ભરી શકવા સક્ષમ નથી, પરંતુ ટાર્ગેટ અને કામગીરી બતાવવાના આગ્રહમાં એસી ચેમ્બરમાં બેસતા પોલીસના ઉચ્ચ અધિકારીઓના કારણે ટુવ્હીલરચાલકોના ઘરના આર્થિક ટાર્ગેટ ખોરવાઇ ગયા છે.
Source link