GUJARAT

Surendranagar: સૌકાથી જામનગર તરફ જતો દારૂ ચોટીલા હાઈવે પરથી પકડાયો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ચોટીલામાં પોલીસે વોચ રાખીને ટ્રકમાં પરચુરણ સામાનની આડમાં તથા કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બન્ને દરોડામાં રૂપિયા 24,60,133ની મત્તા સાથે કુલ ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.લીંબડી ડીવાયએસપી કચેરીનો સ્ટાફ અને લીંબડી પોલીસની ટીમ સંયુકત રીતે પેટ્રોલિંગ કરી રહી હતી.

ત્યારે અમદાવાદથી રાજકોટ તરફ એક આઈશર ટ્રકમાં પરચુરણ સામાનની આડમાં વિદેશી દારૂ નીકળનાર હોવાની બાતમી સ્ટાફના નંદલાલભાઈ સાપરા અને દશરથસીંહને મળી હતી. આથી પોલીસે લીંબડી સરકીટ હાઉસ આગળ વોચ રાખી હતી. જેમાં શંકાસ્પદ આઈશર આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ઝારખંડના ભુનેશ્વર હુલાસભાઈ યાદવ અને મહારાષ્ટ્રના કાંતીલાલ પ્રેમચંદ નગરીયાને વિદેશી દારૂની પર બોટલો કિંમત રૂ. 1,32,113, રૂ. 20 હજારના 2 મોબાઈલ ફોન, રૂ. 12 લાખની આઈશર ટ્રક, રૂ. 25 હજારનું બાઈક, પેલેટ બોકસ, ડ્રમ સહિત રૂ. 2.20 લાખના પરચુરણ સામાન સહિત કુલ રૂ. 15,97,113ની મત્તા સાથે ઝડપી લઈ બન્ને સામે લીંબડી પોલીસ મથકે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધ્યો છે. બનાવની વધુ તપાસ એએસઆઈ હર્ષરાજસીંહ રાણા ચલાવી રહ્યા છે.

બીજી તરફ ચોટીલા પીએસઆઈ એચ.જી.ગોહીલ, ધનરાજસીંહ સહિતનાઓને લીંબડીથી રાજકોટ તરફ બ્રેઝા કારમાં વિદેશી દારૂ જતો હોવાની બાતમી મળતા જલારામ ત્રણ રસ્તા પાસે વોચ રાખી હતી. જેમાં શંકાસ્પદ કાર આવતા તેને રોકી તપાસ કરતા કાર ચાલક જામનગરની ખોડીયાર કોલોનીમાં રહેતો નરેન્દ્રસીંહ રતનસીંહ સોઢા વિદેશી દારૂની 180 બોટલો સાથે પકડાયો હતો. આથી પોલીસે રૂ.1,33,020નો દારૂ, રૂ. 7 લાખની અંદાજિત કિંમતની બ્રેઝા કાર અને રૂ. 30 હજારના મોબાઈલ સહિત કુલ રૂ. 8,63,020ની મત્તા જપ્ત કરી હતી. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ લીંબડી તાલુકાના સૌકા ગામના દિગ્વીજયસીંહ શીવુભા સોઢા પાસેથી લાવેલો હોવાનું જણાવતા બન્ને સામે ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button