રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની બેઠક હાલમાં ચાલી રહી છે, જે આવતીકાલે પૂર્ણ થશે. ત્યારબાદ સેન્ટ્રલ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ મોનેટરી પોલિસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરશે.
પોલિસી રેટમાં ફેરફાર થવાની શક્યતા ઓછી
ત્યારે અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આવતીકાલે સર્વસંમતિથી રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે. જો શક્તિકાંત દાસની આગેવાની હેઠળની RBI કમિટી આવું કરશે તો રેપો રેટ ઘટીને 6.25 ટકા થઈ જશે. ત્યારે કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે RBIની 6 સભ્યોની મોનેટરી પોલિસી કમિટી (MPC)ના સભ્યો પોલિસી રેટ પર યથાવત જાળવી રાખશે. આનો અર્થ એ છે કે રેપો રેટમાં કોઈપણ પ્રકારનો વધારો થશે નહીં. તેના બદલે તેઓ રોકડ રિઝર્વ રેશિયો (CRR) અથવા ઓપન માર્કેટ ઓપરેશન્સ (OMO)માં ઘટાડો કરવા પર વિચાર કરી શકે છે.
RBI રેપો રેટ કેમ ઘટાડી શકે છે?
નબળી વૃદ્ધિ અને 1 વર્ષની મોંઘવારીની સંભાવના પોલિસી મેકર્સને રેપો રેટમાં ઘટાડો કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. ઈક્વિટી રોકાણકારો શુક્રવારે RBIની નીતિના પરિણામ પર આતુરતાથી નજર રાખશે, કારણ કે RBI તેના જીડીપી ગ્રોથના અનુમાનને ઘટાડી શકે છે અને તેના CPI ઈન્ફલેશન ફોર્સકાસ્ટમાં વધારો કરી શકે છે.
RBI આ બાબતો પર આપશે ખાસ ધ્યાન
RBIનો પ્રાથમિક ઉદ્દેશ્ય રૂપિયાની સ્થિરતા અથવા રિટેલ મોંઘવારીને 4 ટકા પર રાખવાનો છે, જ્યારે વિકાસના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખવાનો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમારૂ લાંબા સમયથી માનવું છે કે RBIની કડક નાણાકીય નીતિ સહિતના વિવિધ પરિબળોને કારણે વિકાસમાં ઘટાડો આવી રહ્યો છે. પરંતુ RBIની ટિપ્પણીઓ આક્રમક રહી છે, જેમાં ખાદ્યપદાર્થોના ઊંચા ભાવ અને ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જીડીપી વૃદ્ધિ દરમાં પ્રથમ ક્વાર્ટરમાં 6.7 ટકાથી બીજા ક્વાર્ટરમાં 5.4 ટકાનો ઘટાડો એ મોટો આંચકો છે. આ દર્શાવે છે કે સ્થાનિક ખાનગી માગમાં નબળાઈ મહત્વપૂર્ણ છે.
Source link