સ્ટાર ખેલાડી કિલિયન મબાપે વધુ એક વખત પેનલ્ટી ચૂકતા લા લીગા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં રિયલ મેડ્રિડનો એથ્લેટિક બિલબાઓ સામે 1-2થી સનસનાટીભર્યો પરાજય થયો હતો. સાન મામેસ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચના બીજા હાફની ત્રીજી મિનિટે એલેજાન્ડ્રો બેરેનગુએર રામિરોએ ગોલ નોંધાવીને એથ્લેટિકને 1-0થી આગળ કરી દીધી હતી.
જૂડ બેલિંગહામે 78મી મિનિટે ગોલ કરીને રિયલ મેડ્રિડ માટે સ્કોર 1-1થી સરભર કર્યો હતો. 80મી મિનિટે હરીફ ટીમની ડિફેન્સ હરોળને તોડીને ગોર્કા ગુરુઝેટાએ 80મી મિનિટે ગોલ કરીને એથ્લેટિક બિલબાઓને 2-1થી વિજય અપાવી દીધો હતો. નોંધનીય છે કે મબાપે ગયા સપ્તાહે ચેમ્પિયન્સ લીગમાં લિવરપૂલ સામેની મેચમાં પણ પેનલ્ટી કિક ઉપર ગોલ કરી શક્યો નહોતો. લીગના પોઇન્ટ ટેબલમાં રિયલ મેડ્રિડ હવે ટોચના ક્રમે રહેલી બાર્સેલોના કરતાં ચાર પોઇન્ટ પાછળ છે. રિયલ મેડ્રિડે વર્તમાન સિઝનમાં પાંચમો પરાજય મેળવ્યો છે.
Source link