ફિફાએ 2026ના ફૂટબોલ વર્લ્ડ કપની પૂર્વતૈયારીરૂપે 2025ની મધ્યમાં ક્લબ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે અને માયામી ખાતે તેના ડ્રો થયા હતા. આ ટૂર્નામેન્ટમાં વિશ્વની 32 ટોચની ફૂટબોલ ટીમો ભાગ લેશે અને પ્રત્યેકને ચાર પોટ (ગ્રૂપ)માં સ્થાન આપવામાં આવ્યું છે. માન્ચેસ્ટર સિટી અને રિયલ મેડ્રિડ ટોચના ક્રમના ગ્રૂપમાં છે.
લાયોનલ મેસ્સીની ઇન્ટર માયામી ટીમને છેલ્લા પોટમાં સ્થાન અપાયું છે. અમેરિકામાં આગામી વર્ષની 15મી જૂનથી 13મી જુલાઈ સુધી ક્લબ વર્લ્ડ કપ રમાશે. આ ઇવેન્ટમાં યુરોપની વિવિધ લીગની ટોચની 12 ટીમો સામેલ થશે. પોટ-1માં યુરોપિયન પાવરહાઉસ ગણાતી બાર્યન મ્યૂનિચ, પેરિસ સેન્ટ જર્મેન ઉપરાંત ટોચની ચાર સાઉથ અમેરિકન ટીમ ફ્લેમિંગો, પાલ્મેરિસ, રિવર પ્લેટ અને ફ્લુમિનેન્સનો સમાવેશ થાય છે. પોટ-2માં યુરોપિયન ક્વોલિફાયર ટીમો રહેશે. પોટ-3માં નેમાર જુનિયરની અલ હિલાલ ઉપરાંત આફ્રિકા, નોર્થ અને સેન્ટ્રલ અમેરિકા અને કેરેબિયન કોનફેડરેશન ઉપરાંત સાઉથ અમેરિકાની બે ટીમો રહેશે. ચાલુ વર્ષે એમએલએસ કપ પ્લે ઓફ પહેલાં લીગમાંથી બહાર થઈ ગઈ હોવા છતાં ઇન્ટર માયામીને પોટ-4મા સામેલ કરવામાં આવી છે. ક્વોલિફાય થઈ ચૂકેલી 12 ટીમોમાં ચેલ્સી, બોરુસિયા ડોર્ટમન્ડ, ઇન્ટર મિલાન, પોર્ટો, એટ્લેટિકો મેડ્રિડ, બેનફિકા, જુવેન્ટસ તથા સાલ્ઝબર્ગનો સમાવેશ થાય છે.
Source link