GUJARAT

Girsomnathમાં દારૂ ચોરનાર પોલીસ વિરુદ્ધ નોંધાયો ગુનો, એસપીએ કર્યો તાત્કાલિક બદલીનો ઓર્ડર

ગીરગઢડામાં ગઈકાલે દારૂ ચોરનાર ASI વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં પોલીસે કબજે કરેલા દારૂના જથ્થાનો નાશ કરવાનો હતો અને તે નાશ કરવાના જથ્થામાંથી દારૂની બોટલો કોન્સ્ટેબલે કાઢી તેની કારમાં મૂકી દીધી હતી અને પોલીસકર્મી અને તેની કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાની વાત સામે આવી હતી અને તેમાં જિલ્લા એસપીએ એએસઆઈ મનુ કરસન વાજાની બદલી કરી ગુનો નોંધી દીધો છે.

પોલીસકર્મીની કારમાંથી મળ્યો દારૂ

ગીરસોમનાથમાં જે જગ્યાએ ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો અને તે જ જગ્યાએ પોલીસકર્મી અમુક દારૂની બોટલ તેની કારમાં મૂકીને ફરાર થતો હતો તો સ્થાનિકોના ધ્યાને આ વાત આવતા તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો અને મનો વાજા નામના આ પોલીસ કોન્સ્ટેબલની જિલ્લા એસપીએ હેડ કવાર્ટર ખાતે બદલી કરી દીધી છે.અને તપાસના આદેશ આપ્યા છે,સ્થાનિકોએ આ મામલે કોન્સ્ટેબલને પૂછતા તેઓ કંઈ પણ જવાબ આપી શકયા ન હતા.

અધિકારીની સામે દારૂ નાશ કરાયો હતો

4 ડીસેમ્બરનાં સવારે ગીરગઢડા પોલીસ સ્ટેશનનાં મુદામાલ રૂમમાંથી ટ્રેક્ટર મારફતે લવાયેલા 737 ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ. 73,450 તેમજ ઊના પોલીસ મંથકનાંમુદ્દામાલની બોટલ 10,997 કિંમત રૂ. 25,20,650 નો મળી કુલ 25,94,100નો દારૂનાં જથ્થાનો નાશ પ્રાન્ત અધિકારી ચિરાગ હિરવાણીયા તેમજ ડીવાયએસપી ચૌધરી ગીરગઢડા મામલતદાર ડી. કે. ભીમાણી ગીરગઢડા મામલતદાર જી. કે. વાળા અને નશાબંધી આબકારી અધિક્ષકની ઊપસ્થિતમાં રોલર ફેરવી નાશ કરાયો હતો.

ખાનગી કારમાં કરતો હતો નશો

પોલીસ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરી અંતર્ગત પકડવામાં આવેલો વિદેશી દારૂનો ચોક્કસ જથ્થો સરકારના નિયમ અનુસાર પોલીસ મથકમાં જમા થતો હોય છે. જેને પ્રાંત અધિકારી કે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર પંચનામુ કરીને નાશ કરવાની સરકારી પ્રક્રિયા મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં કરાતી હોય છે. જેમાં પોલીસે પકડેલો દારૂ રોડ રોલર મારફતે નાશ કરવામાં આવે છે. આ જ પ્રકારે ઊના અને ગીર ગઢડા તાલુકામાંથી પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવા માટે પોલીસ અને મહેસુલી કર્મચારીની હાજરીમાં ટ્રેક્ટર મારફતે દારૂને ઉના લઈ જવાતો હતો.

હેડ ક્વાટર ખાતે બદલી કરાઈ

પોલીસ કર્મી પોતાની કારમાં દારૂ લઇ જતાં રંગે હાથ ઝડપાયો હતો. તેનાં ઘેરા પ્રત્યાઘાત પડે તે પહેલા સ્થાનિક અધિકારી દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિહ જાડેજાને જાણ કરાતાં તાત્કાલિક ધોરણે તેની જિલ્લા પોલીસ હેંડ ક્વાટર ખાતે બદલી કરીને પોલીસે આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button