GUJARAT

WAVES સમિટ-2025માં યુનિવર્સિટી, કોલેજ, સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓને સહભાગી થવાની તક

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ઉપક્રમે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે તા. ૦૫ થી ૦૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ-૨૦૨૫-WAVESનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ WAVES સમિટ, વિશ્વની પ્રથમ કન્વર્જન્સ ઇવેન્ટ તરીકે સાબિત થશે જે ડિજિટલ, મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ દુનિયા સાથે જોડાયેલા ક્રિએટર્સ માટે અર્થવ્યવસ્થામાં રોજગારની તકમાં વધારો કરશે.

ઓનલાઈન કરાવો નોંધણી

WAVES સમિટમાં ભારતની સમગ્ર યુનિવર્સિટીઓ, કોલેજો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ https://wavesindia.org/challenges2025 અથવા https://mygov.in પર નોંધણી કરી વિશ્વની પહેલી એવી WAVES સમિટ-૨૦૨૫માં ભાગ લઇ શકશે.મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઉદ્યોગને વધુ વેગ આપવા જાન્યુઆરી ૨૦૧૯માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મુંબઈ ખાતે ભારતીય સિનેમા માટે રાષ્ટ્રીય સંગ્રહાલય (નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

રોજગારના નવા દ્વાર ખુલશે

આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને WAVES સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટ વૈશ્વિક સ્તરે મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં ક્રોસ-કલ્ચરલ સમાજમાં વિવિધતા લાવવાની સાથે વૈશ્વિક સ્ટેકહોલ્ડર્સ સાથે ભાગીદારીની તકો પણ ઉભી કરશે. આ સમિટનો મુખ્ય હેતુ ભારતના મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરને વૈશ્વિક સ્તરે લઇ જઈ ભારતની યુવા પેઢીના સોફ્ટ પાવરને વધારી દેશને વૈશ્વિક કોન્ટેન્ટ હબ બનાવી કોન્ટેન્ટનો નિકાસ કરવાનો છે. આ સમિટ દ્વારા મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રમાં ભારતીય મીડિયાનો વૈશ્વિક બજારમાં હિસ્સો વધશે અને આ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવા પેઢી માટે રોજગારના નવા દ્વાર ખુલશે.

અલગ-અલગ વિષયોનો સમાવેશ કરાયો

WAVESના મુખ્ય ચાર સ્તંભ છે ૧) બ્રોડકાસ્ટિંગ અને ઈન્ફોટેનમેન્ટ ૨) AVGC/XR ૩) ડિજિટલ અને ૪) ફિલ્મ્સ. આ ચાર સ્તંભ હેઠળ ન્યૂઝ મીડિયા, ટીવી અને રેડિયો, સંગીત, એડવરટાઈઝિંગ, એનીમેશન, ગેમિંગ, કોમીક્સ,ઈ-સ્પોર્ટ્સ, AR/VR/XR, મેટાવર્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઓટીટી પ્લેટફોર્મ, જનરેટીવ AI, ફિલ્મ્સ, શોર્ટ ફિલ્મ્સ, ડોક્યુમેન્ટરીઝ, ફિલ્મ ટેકનોલોજી, પ્રોડક્શન, પોસ્ટ- પ્રોડક્શન જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વર્કશોપનું આયોજન કરાયું

ફેબ્રુઆરી ૨૦૨૫માં યોજાનાર આ સમિટમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે માસ્ટર ક્લાસ/વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્રીએટર્સ કોન્કલેવ, ફંડ્સ માટે ઇન્ફ્યુઝન અને અંતમાં ‘ક્રિએટ ઇન ઇન્ડિયા’ ચેલેન્જ ગ્રેંડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ નિયત કરેલ વેબસાઈટ પર નોંધણી કરાવી ‘ક્રિએટ ઇન ઇન્ડિયા’ સીઝન-૧માં તેમના રસના વિષયની સ્પર્ધામાં ભાગ લઇ શકશે.

પાંચ દિવસનો રહેશે પ્રોગામ

જેમાં વિજેતા વિદ્યાર્થીઓને રૂ. ૨.૭૫ કરોડ સુધીના રોકડ પુરસ્કાર, વૈશ્વિક ઉદ્યોગ ઈવેન્ટ્સ માટે સ્પોન્સરશિપ, પ્રસિદ્ધ મ્યુઝિક લેબલ્સ સાથે રેકોર્ડિંગ, ઇન્ક્યુબેશન માટે સપોર્ટ, મહિન્દ્રા થાર ગાડી, પ્રકાશન માટે ડીલ્સ જેવા અન્ય પુરસ્કાર સહિત સર્ટીફિકેટ એનાયત કરવામાં આવશે.પાંચ દિવસીય WAVES સમિટમાં પહેલા ૩ દિવસ એટલે કે ૫, ૬ અને ૭ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન વ્યવસાય સંબંધિત સેમિનારોનું આયોજન કરવામાં આવશે જયારે તા ૮ અને ૯ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે તેમ, PIBની યાદીમાં જણાવાયું છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button